સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th March 2020

ખેત મજુરો ચાલીને બાળકો સાથે એમપી જવા રવાના થતા ધોરાજી ખાતે સાંસદ રમેશભાઈ ધડુકના પ્રયાસથી ફરી ઉપલેટા મોકલીને જમવાની વ્યવસ્થા કરી અપાઇ

ધોરાજી, તા.૨૮: ઉપલેટા તાલુકાના નિલાખા ગામ ખાતેથી મધ્યપ્રદેશના ૩૦ જેટલા ખેત મજુરો બાળકો સાથે ઉઘાડા પગે ઉપલેટાથી નેશનલ હાઈવે ઉપર ધોરાજી તરફ આવતા પત્રકારો કિશોરભાઈ રાઠોડ ભરતભાઈ બગડા હુસેનભાઇ કુરેશી મુન્નાભાઈ બકાલી મતીનબાપુ સૈયદ એ માનવતા દર્શાવી તમામ ખેત મજુરોને ચા-પાણી અને બાદ જમવાની વ્યવસ્થા કરી આપી હતી જેમાં ધોરાજી સેવાભાવી સોનુ ભાઈ વાગડિયા, તમેભાઈ પાટડીયા, વલ્લભ ભાઈ માવાણી તેમજ શુભમ ગ્રુપના અરવિંદભાઈ વોરા ગોપાલ ભાઈ કોયાણી જૈન સમાજના કમલભાઈ મોદી વિગેરે સંસ્થાના આગેવાનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તમામ મજૂરોને ભોજનના ફુડ પેકેટની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી હતી અને તેમને યોગ્ય સ્થાને પહોંચાડવા માટે ડેપ્યુટી કલેકટરને જાણ કરતાં આવી હતી.

એક બાજુ સરકાર ગરીબો માટે અનેક સહાયનો ધોધ વહાવી રહી છે વારંવાર સરકારી તંત્રોને પણ આ બાબતે અપીલ કરી રહી છે ત્યારે ગરીબો માટે આવશ્યક ગણાતી સેવા પણ આ બાબતમાં પણ જો ફોનના ઉપાડે તો ગુજરાત સરકારની પણ બદનામી થતી હોય છે આ બાબતે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકને જાણ કરતા  તાત્કાલિક અસરથી અધિકારીઓને જાણ કરતા તાત્કાલિક ધોરાજીના મામલતદાર કિશોરભાઈ જોલાપરા ડેપ્યુટી કલેકટર નો સ્ટાફ પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી મહિલા પીએસઆઇ વિગેરે ધોરાજીના ભુખી ચોકડી નેશનલ હાઈવે ખાતે પહોંચી ગયા હતા બાદ તમામ મજૂરોને સમજાવી અને મૂળ સ્થાન  નિલાખા ગામ ખાતે સ્કૂલ બસમાં લઈ ગયા હતા. અને ઉપલેટા મામલતદાર ને આ પ્રકારની તમામ વ્યવસ્થા રહેવા-જમવાની કરી આપ્યા બાદ આ મજૂરો પાછા મૂળ જગ્યાએ જતા રહ્યા હતા.

મધ્ય પ્રદેશ ના ખેત મજુરો ને પૂછતા તેઓ એવું જણાવેલ કે હાલમાં રોગચાળાને કારણે અમારે અહીં કેમ રહેવું અને અમારા એમપીના ધારાસભ્યએ વિડિયો મોકલાવેલઙ્ગ એમાં એવું જણાવેલ કે તમે અમારા વતન આવતા રહો એટલે અમે અમારા વતન જવા માટે કોઈ વાહન નહીં મળતા ચાલીને મેં નીકળ્યા હતા બાળકો સાથે અમારો સામાન લઈને નીકળ્યા હતા અમારૂ વતન યાદ આવે છે  રાજય સરકારે આ બાબતે કડક સૂચના આપી છે કે એક પણ ગરીબ પરિવાર ચાલીને જાય નહીં છતાં નિલાખા ગામથી  ૫૦ કિલોમીટર ચાલીને ધોરાજી સુધી પહોંચી ગયા છતાં તંત્રને ખબર નથી એ બાબતનો ઘણું દુઃખ છે.

(11:39 am IST)