ભાયાવદર પોલીસ દ્વારા જરૂરિયાતમંદોને રાશન વિતરણ
ભાયાવદર મહે પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય, રાજકોટ તથા મદદનીશ પોલીસ અધિક્ષક જેતપુરના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પો.સ્ટે. સ્ટાફના માણસો તથા એચ.એમ.ટી. એન્ટરપ્રાઈઝના સહયોગથી ભાયાવદર પો.સ્ટે. વિસ્તારમાં જરૂરીયાતમંદ પરીવારોને કાચુ રાશન (ઘઉંનો લોટ) ના પ કિ.ગ્રા.ના પેકેટ હોમ ડીલેવરી કરી આપવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાં પ્રથમ તબકકે પ૦૦૦ પેકેટ બનાવી વીતરણ કરવામાં આવેલ છે. ત્યારબાદ જરૂરીયાત પડયેથી વધુમાં તેલ, શાકભાજી વિગેરેના પેકેટો હોયડીલેવરીથી પહોંચાડવા આયોજન કરવામાં આવેલ છે. આ કામગીરી (એચ.એમ.ટી.) સ્ટાફના આર.કે.ચાવડા, જયેશભાઇ માકડીયા, વિજયભાઇ ચુડાસમા, સંજયભાઇ પરમાર, તેમજ એસ.ઓ.જીના એસ.જી.પલાચાર્યએ જહેમત ઉઠાવી હતી. રાશન કીટ વિતરણ કરવામાં આવી છે.તેસ્વીર