સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 28th February 2021

ભાવનગરના બોટાદમાં કોરોના કીટ વગર જ મતદાન ચાલુ કરાવવું પડ્યુ

કીટ આપવા માટે આરોગ્ય કર્મચારીઓ ફરકીયા જ નથી !! મતદારો પર કોરોના સંક્રમિતનું જોખમ

બોટાદ : ગુજરાતની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓનો રવિવારે સવારે પ્રારંભ થઇ ગયો. પરંતુ બોટાદ (Botad voting)માં કોરોના કિટ વગર જ મતદાન શરુ કરી દેવાયાની ઘટના પ્રકાશમાં આવી છે. પરિણામે મતદારોના આરોગ્યને જોખમ ઉભુ થઇ શકે છે કારણ કે કોરોનાએ રાજ્ય સહિત દેશમાં ફરી માથું ઊંચક્યું છે.

હાલ કોવિડ-19 મહામારીને લીધે ચૂંટણી પંચે મતદાન મથકોમાં કોરોના કિટ સાથે જેમ કે માસ્ક, ગ્લવ્ઝ પહેરાવીને મતદાન કરાવવા પરવાનગી આપી છે. પરંતુ અહીં કિટ આપનારા આરોગ્ય કર્મીઓ જ ગેરહાજર હતા.

આ બેદરકારી બોટાદજિલ્લાના ઉગામેડીની શાળામાં કોરાનાની ગાઇડલાઇનને નેવે મૂકીને મતદાન શરૂ થઈ ગયું હતું. અહીંયા આરોગ્યકર્મી ફરજ પર નહોતા અને માત્ર ચૂંટણી સ્ટાફ જ હતો. તેથી મતદારોને માસ્ક કે ગ્લવ્ઝ પહેરાવ્યા વગર જ મતદાન થઈ રહ્યું હતું.

આમ ગાઇડલાઇન વગર મતદાન થતું હોવાથી જો કોઈ કોવિડ સંક્રમિત થાય તો સમગ્ર કેન્દ્રમાં આવનાર લોકો પર જોખમ સર્જાયું છે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22,200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થશે. 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.

આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ (Botad voting)છે. છતાં AAP, BSP અને AIMIM પણ ચૂંટણી લડી રહ્યાં છે. ચૂંટણીમાં મતદાનનો સમય સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓ સાંજના 5થી 6 વાગ્યા સુધીમાં મતદાન કરવાનું ઠેરવવામાં આવ્યું છે.

બોટાદના ઉગામેડી ગામના વરરાજાએ લગ્નના મુહૂર્ત પહેલા વરરાજાએ મતદાન કર્યુ હતું. વરરાજાની જાન અમરેલી જિલ્લાના વાકીયા સુખપર ગામે જવાની છે, તે પહેલા વોટિંગ કરીને પોતાની ફરજ અદા કરી હતી. મતદાન કર્યા બાદ વરરાજાએ તમામ લોકોએ મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી.

(4:06 pm IST)