સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 28th February 2021

માળિયા - મોરબી ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પત્ની અને પિતા સાથે ચમનપર ગામે મતદાન કર્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ આજે પોતાના ગામ ચમનપર ખાતે સપરિવાર મતદાન કર્યું હતું

ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા પત્ની સુશીલાબેન અને પિતા અમરશીભાઈ સાથે ગામમાં આવેલ ચમનપર પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી તેમજ દરેક મતદારો લોકશાહીના પર્વમાં સહભાગી બને તેવી અપીલ પણ કરી હતી

(1:01 pm IST)