સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 28th February 2021

ટંકારામાં શાંતિપૂર્ણ મતદાન શરૂ: સવારના 7થી 9 સુધીમાં 3 થી 12% જેવું મતદાન

ટંકારામાં આજ સવારથી જ સાત વાગ્યામાં મતદારો ઉપસ્થિત થઈ ગયેલ છે .શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે. જુદા જુદા મતદાન મથકોમાં  સવારના 7થી 9 સુધીમાં 3 થી 12%  જેવું મતદાન થયેલ છે. ટંકારા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયેલ છે. આરોગ્યની ટીમો દ્વારા  થર્મલ ગન દુવારાં તપાસી સેનીટરાઈસ કરી મતદારોને મત આપવા જવાબ દેવામાં આવે છે. એકંદરે મતદાન કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. અમુક બુથો ઉપર મતદારોએ લાઈનો લગાડેલ છે. 

(12:15 pm IST)