સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 28th February 2021

સૌરાષ્ટ્રની 18 નગરપાલિકા અને આઠ જીલ્લા પંચાયત તથા 55 તાલુકા પંચાયત માટે સવારના સાત વાગ્યાથી મતદાન : પ્રારંભે ધીમું મતદાન : શરૂઆતની બે કલાકમાં સરેરાશ ૧૨ ટકા જેવું મતદાન : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ અમરેલી જિલ્લાના ઈશ્વરીયામા પોતાના ૯૫ વર્ષના માતા અને પરિવાર સાથે મતદાન કર્યું

રાજકોટ તા.૨૮, આજે સૌરાષ્ટ્રની 18 નગરપાલિકા અને આઠ જીલ્લા પંચાયત તથા 55 તાલુકા પંચાયત માટે સવારના સાત વાગ્યાથી મતદાન થઈ રહ્યું છે પ્રારંભે ધીમું મતદાન થયું છે. શરૂઆતની બે કલાકમાં સરેરાશ ૧૨ ટકા જેવું મતદાન થયું છે.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ અમરેલી જિલ્લાના ઈશ્વરીયામા પોતાના ૯૫ વર્ષના માતા અને પરિવાર સાથે મતદાન કર્યું હતું ‌.કાલરીયાએ જામજોધપુર ખાતે મતદાન કર્યું હતું. જામનગર જિલ્લાના ભાજપ પ્રમુખ રમેશભાઈ મુગરા એ સુર્યપરા ગામે મતદાન કર્યું હતું.

લોધીકા જીલ્લા પંચાયત ની બે સિટો તેમજ તાલુકા પંચાયત ની 16 સિટોમા ભાજપ કોંગ્રેસ તેમજ આપ વચ્ચે ચુંટણી જંગ જામ્યો છે.

તમામ ઉમેદવારો ના ભાવિનો ફેંસલો 43528 મતદારો  રવિવાર ના રોજ કરશે. સવારથી જુદા જુદા વિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે.

(10:39 am IST)