સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 28th February 2021

ગોંડલ નગરપાલિકા માટે પ્રથમ બે કલાકમાં ૪.૫૨ ટકા મતદાન : તાલુકા શાળા નં.1 માં evm બંધ હોવાથી ઉમેદવાર અને મતદારો રોષે ભરાયા : મતદાન માટે વૃધ્ધો ઉમટી પડ્યા

ગોંડલ:: ગોંડલ પાલિકા માટે આજે વહેલી સવારથી શાંતિપૂર્વક મતદાન ચાલુ થયું હતું જેમાં વૃદ્ધો વધુ પડતા ઉમટી પડ્યા હતા

ગોંડલ તાલુકા શાળા નં.1 માં evm બંધ હોય ઉમેદવાર અને મતદારો રોષે ભરાયા હતા. ત્યાં 8 વાગ્યા હોવા છતાં પણ મતદાન શરૂ ન થયું ત્યારબાદ મતદાન શરૂ થયું હતું.

મતદાનના પ્રારંભિક કલાકમાં ૪.૫૨ ટકા મતદાન થયુ હતું જેમાં ૫.૪૮ ટકા પુરુષો અને

૩.૪૮ ટકા મહિલાઓએ  મતદાન કર્યું હતું. જે તસવીરમાં નજરે પડે છે. (તસવીર -અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)

(10:42 am IST)