News of Friday, 28th February 2020
ભુજ નજીક બોલેરો જીપ પલ્ટી ખાઈ જતાં રાજકોટ ટંકારાના ૩ યુવાનોને ઇજા
ભુજ, તા.૨૮: રાજકોટના ટંકારાથી ભુજ ઘર સમાન ભરીને આવી રહેલ બોલેરો જીપની આડે કૂતરું આવી જતાં જીપ પલ્ટી ખાઈ ગઈ હતી. મધરાત્રે સર્જાયેલ આ અકસ્માતમાં હિતેશ રમેશ વાદ્યેલા (ઉ.૨૦) રાજકોટ, પ્રવીણ ડાયાભાઇ રાઠોડ (ઉ.૩૫) અને અશ્વિન રાઠોડ (ઉ.૨૬) બન્ને ટંકારા, રાજકોટ એ ત્રણેયને ઈજાઓ થઈ હતી. તેઓને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(12:00 pm IST)