સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th February 2020

ધોરાજીના વાડોદર ખાતે ભાગ્યોદય વિદ્યામંદિરમાં વિજ્ઞાનમેળો સંપન્ન

ધોરાજી તા.૨૮ : તાલુકાના વાડોદર ખાતે આવેલ ભાગ્યોદય વિદ્યામંદિરે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ. મેળામાં ૮૦ જેટલી વિવિધ કૃતિઓ રજૂ થયેલ. શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનીત કરેલ હતા.

આ વિજ્ઞાન મેળામાં આયુ.વિભાગ ગૌ આધારીત ખેતી, ચલણી નાણાનુ પ્રદર્શન સાથે હડીયા સંસ્કૃતિના દાગીના, ઓજારો, ટીકીટો, સ્ટેમ્પ, પુસ્તકો સહિતની વસ્તુઓનુ પ્રદર્શન યોજાયુ હતુ.

આ વિજ્ઞાન મેળામાં ગણિત, વિજ્ઞાન, પર્યાવરણને લગતી બાબતોને ધ્યાનમાં લેવાઇ હતી. પ્રદર્શન દરમિયાન માર્ગદર્શન આર.એલ.રાણાએ આપેલ હતુ.

આ તકે ધોરાજી મામલતદાર, પાટણવાવ પીએસઆઇ રાણા આયુર્વેદ રાજય રમેશભાઇ કાલરીયા, વાડોદર સરપંચ ભૂપતભાઇ વેગડા, તા.ઉપપ્રમુખ તેમજ આગેવાનો, સામાજીક સંસ્થાના આગેવાનો વિદ્યાર્થી મિત્રો સહિતના લોકોએ આ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી હતી. વિજ્ઞાન મેળાને સફળ બનાવવા વાડોદર ભાગ્યોદય સ્કુલ સંચાલક ગોપાલભાઇ નારીયા, ઉદયભાઇ સુર, નરેન્દ્રભાઇ ચૌહાણ ધવલભાઇ પાઘડાળ, રૂષીતભાઇ રૂપાપરા, કીરીટભાઇ ધીનોજા, પીયુષભાઇ મારડીયા, અજયભાઇ વાઘેલા, વિમલભાઇ, અરવિંદભાઇ તથા સર્વે સ્ટાફ પરિવાર દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

સંચાલક ગોપાલભાઇ નારીયાએ જણાવેલ હતુ. આ વિજ્ઞાન મેળા યોજવાથી વિદ્યાર્થીઓને ઘણુ નવુ જાણવા મળે છે તે હેતુથી આયોજન કરાયુ હતુ. આ મેળામાં પધારેલ મહેમાનોનુ સ્વાગત ગોપાલભાઇ નારીયા દ્વારા કરાયુ હતુ.

(11:57 am IST)