સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th February 2019

ઉપલેટાના નાગલખડામાં જુગાર રમતા ૭ સમા ઝડપાયા

ઉપલેટા તા.૨૮: પાટણવાવ પી.એસ.આઇ. વાય.બી. રાણાને મળેલી હકીકતના આધારે નાગલખડા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા (૧) અસરફભાઇ અલીભાઇ સામા રહે. નાગલખડા, (ર) ગુલમામદ અલારખાભાઇ સમા રહે. નાગલખડા, (૩) દિલાવર નુરમામદભાઇ સમા રહે. નાગલખડા, (૪) મામદભાઇ હુસેનભાઇ સમા રહે. હાડફોડી, (પ) રજાકભાઇ ઓસમાણભાઇ સમા રહે. નાગલખડા, (૬) યુનુસભાઇ ઇસ્માઇલભાઇ સમા રહે. હાડફોડી, (૭) દિલાવર સુલેમાન સમા રહે. હાડફોડી વાળાઓ પાસેથી રૂ. ૨૧૪૦૦/- મોબાઇલ નંગ ૮ કિંમત રૂ. ૧૨૫૦૦/- તથા ૩ મોટર સાયકલ કિંમત રૂ. ૮૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૧૩,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. આ કાર્યવાહીમાં હેડ કોન્સ. મેહુલભાઇ સુવા, અરૂણભાઇ ખટાણા, પોલીસ કોન્સ. દુષ્યંતરાજસિંહ વાળા, કેવીનભાઇ બોરખતરીયા, રવિભાઇ ચાવડા, મહિપાલસિંહ, ખીમજીભાઇ હુણ, પારસભાઇ જાંબુવડિયા સહિતના જોડાયા હતાં. (૧.૭)

 

(12:02 pm IST)