સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th February 2019

હળવદના નવા ઇસનપુર ગામે શિવપુરાણ પારાયણનો થયો પ્રારંભ

મહા શિવરાત્રીના રોજ સિધ્ધનાથ મહાદેવની મુર્તિ પ્રતિષ્ઠા

હળવદ, તા.૨૮:- તાલુકા ના નવા ઇસનપુર( ભકિત નગર)ગામે તા,૨૬/૩ થી તા,૪/૩/૧૯ સુધી શ્રી શિવ મહાપુરાણ સપ્તાહ પારાયણ તથા સિદ્ઘ નાથ મહાદેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઊજવણી કરાશે તેમજ ત્રિદિવસીય ૩૧કુડી યજ્ઞ પણ યોજાશે.

ઇસનપુર ગામે શિવ કથાનુ રસપાન કાલાવડના હંશદેવગિરિ બાપુ નકરાવી રહ્યા છે આ પ્રસંગે કાલુપુરના આચાર્ય કૌશલે-દ પ્રસાદજી તેમજ સિતાપુર લાલજી મહારાજની જગ્યાના ગાદીપતિ અંબારામદાસ જી મહારાજ તથા સાયલાના લાલજી મહારાજની જગ્યાના ગાદીપતિ દુર્ગા દાસજી બાપુ તથા પાળીયાદના શ્રી નિર્મલાબા આશીર્વચન આપવા પધારશે.

સિધ્ધનાથ મહાદેવ મૂર્તિ પ્રતિષ્ઠા તા,૪/૩નેસોમવારે શિવરાત્રી ના દિવસે કૌશલેન્દ્ર પ્રસાદ હસ્તે થશે.

આ પ્રસંગે મુખ્ય યજમાન તથા સહ યજમાન, મૂર્તિના તથા યજ્ઞના યજમાન નો ભાગ લેશે આ પ્રસંગે રુદ્ર યજ્ઞ ગણેશ યજ્ઞ ચંડી યજ્ઞ હનુમાન યજ્ઞ દેવ યજ્ઞ પણ યોજાશે તેમજ અન્નકૂટ ઉત્સવ યોજાશે તથા તા,૩/૩/૧૯ને રવિવારે ફી હેલ્થ ચેક અપ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાથીજણગુરુકુલના શ્રીજી પ્રકાશદાસજી સ્વામી માતૃભકિત ઉપર વ્યાખ્યાન આપશે.  કથાનું સભાનું સંચાલન મોરબી મંદિરના શાસ્ત્રી ભકિત નંદન દાસજી સ્વામી કરશે.

આ ધર્મકાર્યમાં ઇસનપુર(ભકિત નઞર) ઞામ ના લોકો જહેમત ઉઠાવી રહ્યુ  છે.(૨૨.૨)

 

 

 

(12:00 pm IST)