નવાગામ ઘેડમાં અગમ્ય કારણોસર યુવાને ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્યું
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: અહીં નવાગામ ઘેડ, ગાયત્રી ચોક, આગમન મેડીકલ સામે રહેતા અશ્વિનભાઈ વેલજીભાઈ ગોહિલ, ઉ.વ.૩૮ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૧–ર૦ર૩ના મરણજનાર જતીન કરશનભાઈ ગોહિલ, ઉ.વ.૩ર વાળા કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના હાથે પોતાના ઘરે ઉપરના માળે છતમા લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.
મહિલાને માર માર્યાની રાવ
અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં ભારતીબેન બીપીનભાઈ સોમાભાઈ ચાવડા, રે. ન્યુ સાધના કોલોની, વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ભારતીબેનના દિયર સાથે આરોપી અફજલ ગોમેતી સાથે માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓ અફજલ ગોમેતી, મુકેશ સીંધી, નીકુલવસિંહ જાડેજા તથા ત્રણ અજાણ્યા ઈસમોએ લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે ફરીયાદી ભારતીબેનના ઘર પાસે આવી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધુત કરી આરોપી અફજલે લોખંડના પાઈપનો એક ઘા ફરીયાદી ભારતીબેનના ડાબા હાથના કાંડા ઉપર મારી મુંઢ ઈજા કરી તથા સાહેદ રમાબેનના હાથમા રહેલ મોબાઈલ ફોન તોડી નાખી આશરે પ૦૦૦/નું નુકશાન કરી ઈજા કરી સાહેદ નવીનભાઈ દામા ની રીક્ષામાં આગળના કાચમા પથ્થર ના ઘા કરી કાચ તોડી નાખી રૃ.પ,૦૦૦/– નંુ નુકશાન કરી આરોપીઓએ એક સંપ કરી સમાન ઈરાદો પાર પાડી એકબીજાની મદદગારી કરી ગેરકાયદેસર મંડળી રચી હડધુત કરી નાશી જઈ જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
ભણગોર ગામે આંકડા
લખતો શખ્સ ઝડપાયો
લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રવિણભાઈ કરશનભાઈ બડિયાવદરા એ ફરીયાદ નોંધાવી છે કે, ભણગોર ગામના પાદરમાં આરોપી મંગાભાઈ દુદાભાઈ રાતડીયા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૃ.૭પ૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.