સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th January 2023

જૂનાગઢ : ગાંધીનગરના પુનિતધામ ખાતે જ્‍યોતિષ મહાકુંભ સંમેલન યોજાયું

જૂનાગઢ : ગાંધીનગરના મહુડી રોડ ઉપર ગ્રામભારતી નજીક પુનિતધામ ખાતે તાજેતરમાં અખિલ ગુજરાત એસ્‍ટ્રોલોજીકલ સંસ્‍થા દ્વારા જ્‍યોતિષ મહા કુંભ સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં મોટી સંખ્‍યામાં શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારના નાગરિકોએ લાભ લીધો હતો. આયોજક સંસ્‍થાના  પ્રમુખ ડોક્‍ટર મહેન્‍દ્રભાઈ પંડ્‍યા, ઋષિરાજ તથા જિલ્લા પ્રમુખ ડોક્‍ટર વિષ્‍ણુભાઈ વૈષ્‍ણવ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્‍યું હતું આ કાર્યક્રમમાં ગાંધીનગરના તેમજ ગુજરાતના નામાંકિત જ્‍યોતિષીઓ પથારી તેમણે લાભ લીધો હતો આ પ્રસંગે બોટાદના સંસદ સભ્‍યો શંભુ પ્રસાદ ટુંડિયા વાસ્‍તુશાષા કનુભાઈ પુરોહિત, વાસ્‍તુ શાષાી વિક્રમભાઈ વૈદ્ય, સ્‍મિતાબેન સુથાર ,જુનાગઢના જાણીતા જ્‍યોતિષી મુકુંદભાઈ પંડ્‍યા વગેરે સહિત જ્‍યોતિષીઓ તેમજ કથાકારો ઉપસ્‍થિત રહ્યા હતા આ પ્રસંગે આગામી સમયમાં કુદરતી સામાજિક અને રાજકીય બાબતે ચર્ચા યોજાઈ હતી અને શનિ મહારાજના પ્રકોપના કારણે આગામી સમયમાં બીડી વસ્‍તુઓ મોંઘી થશે સોનું હળદર ચણાની દાળ વગેરેના ભાવ વધશે ત્રણે ઋતુઓનો પ્રભાવ અતિશય રહેશે તેવી ઘણી બધી રાજકીય અને સામાજિક આગાહીઓ કરવામાં આવી હતી સાથે સાથે જુનાગઢના જાણીતા જ્‍યોતિષી મુકુંદભાઈ પંડ્‍યા ને પાયોનીયર ઓફ ગુજરાત ૨૦૨૩નો એવોર્ડ અખિલ ગુજરાત એસ્‍ટ્રોલોજીકલ સોસાયટી દ્વારા બોટાદના સંસદ સભ્‍યો શંભુપ્રસાદ ટુંડિયા તેમજ અખિલ ગુજરાત એસ્‍ટ્રોલોજીકલ સોસાયટીના પ્રમુખ મહેન્‍દ્રભાઈ પંડ્‍યા દ્વારા એનાયત કરવામાં આવ્‍યો હતો આ એવોર્ડ પ્રાપ્ત થતાની સાથે જૂનાગઢની જનતા તેમજ મુકુંદભાઈ પંડ્‍યા અને તેમનો પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. (અહેવાલ : વિનુ જોષી, અહેવાલ : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:16 am IST)