સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

જામનગરનાં જામસાહેબના મોટાબહેન હર્ષદકુંવરીબાનું અમદાવાદમાં નિધન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૮ :.. જામનગરના જામસાહેબના મોટાબહેન રાજકુંવરીબા શ્રી હર્ષદકુંવરીબાનું આજે તા. ર૮ ને શુક્રવારે અવસાન થયું છે.

જામસાહેબે જણાવ્યું છે કે, હું મારા પરિવારજનો સહિત જામનગરની જનતાને ભારે હૃદય સાથે સંદેશો પાઠવું છું કે, જામનગરનાં રાજવી પરિવારનાં રાજકુંવરીબા શ્રી હર્ષદકુંવરીબાનું આજરોજ અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયેલ છે. જામનગર તથા વિશ્વભરમાંથી અમારા  પરિવારને સતત પ્રેમ અને અતૂટ વિશ્વાસની લાગણી મળી રહી છે. જેના માટે હું આપ સહુનો તથા ઇશ્વરનો અભારી છું. આ દુઃખદ સમાચાર હું મારા આ વૈશ્વિક પરિવારને ભારે હૃદયે પાઠવી રહ્યો છું.

મારા મોટા બહેન શ્રી હર્ષદકુંવરીબાનો પ્રેમ, લાગણી તથા સતત માર્ગદર્શન હંમેશા મારા હૃદયમાં અવિસ્મરણીય રહેેશે. ઇશ્વર સદ્ગતનાં આત્માને શાંતિ અર્પે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના જામસાહેબે કરી છે.

(3:27 pm IST)