સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

જુનાગઢ પૂ. કાશ્મીરીબાપુને હોસ્પીટલમાંથી રજા અપાઇ તબિયત સંપૂર્ણ સ્વસ્થ

છેલ્લા પંદર દિવસથી ફેફસામાં તકલીફ થતા કે.જે.મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા તબીબોની સુંદર સેવા અને પ્રયત્નોથી બાપુ સ્વસ્થ બન્યા

ઉપરોકત તસ્વીરમાં પૂ. કાશ્મીરીબાપુને સારવાર આપતા તબીબો અને આજે સવારે પૂ. બાપુને હોસ્પીટલમાંથી રજા આપી ત્યારે પૂ. સંત અને સેવક જીતુભાઇ પંડયા સહિતના તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)(પ-૧૩)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૮ :.. ગિરનાર જંગલમાં આમકુબીટ વિસ્તારમાં આવેલ દાતારેશ્વર મહાદેવની જગ્યાના મહંત પૂ. કાશ્મીરીબાપુ ઉ.વ.૯પ ને  ફેફસાની તકલીફ થતા તેઓ છેલ્લા ૧પ દિવસથી ઝાંઝરડા ચોકડી પાસે આવેલ કેજે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ ખાતે સારવારમાં હતાં. પૂ. બાપુના સેવક જીતુભાઇ પંડયાએ જણાવ્યું હતું કે ગત તા. ૧પ જાન્યુઆરીના રોજ પૂ. કાશ્મીરીબાપુને ફેફસાની તકલીફ થતા તેઓને ફેફસાની આસપાસ હવા ભરાઇ જતા ફેફસા લીક પંચર પડી ગયુ હતું. દરમ્યાન આ હોસ્પીટલના સંચાલક ભાવિનભાઇ છત્રાળાએ પૂ. બાપુની તાત્કાલીક સારવાર શરૃ કરાવી આઇસીયુ ઇન્ચાર્જ ડો. મૌલિક ઝાલાવાડીયા ડો. મૌલિક સોઢાતર એમ.ડી. ફીઝીશ્યન તેમજ ડો. કેયુર પીપળીયા  કાર્ડીયોલોજીસ્ટ ડો. વિનય હરીયાણી, (એમ. એસ. સર્જન ડો. નૈતિક છત્રાળા ડો. ધાર્મિક છત્રાળા ડો. અમીર કાઝમી, ડો. કૃષ્ણ ગોવિંદભાઇ વિરડા સહિત ડોકટરોની ીમ છેલ્લા ૧૪ દિવસથી ખડેપગે સારવાર આપી હતી. તેમજ આ તબીબોના અથાગ પ્રયત્નો થકી બાપુની તબીયત સુધરતા આજે સવારે હોસ્પીટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી આ તકે પૂ. બાપુના સેવક જીતુભાઇ પંડયાએ જણાવ્યુ હતું કે બાપુની તબીયત સંપૂર્ણ સારી છે અને ડોકટરોની સલાહ મુજબ તેઓને આરામ કરવાની સલાહ આપી છે તો સૌ સેવકો ભાવિકોને ચિંતા ન કરવા અપીલ કરી છે.

(12:58 pm IST)