સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

સ્કીમમાં પૈસા ફસાઇ જતા અમરેલીમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૮ : અમરેલીમાં સારવાર માટે દાખલ મહિલા અસ્માબેન રજાકભાઇ કાશવાણી (ઉ.વ.૩૭) રહે. ચોરાયા પીપળાવાળી શેરી અમરેલીએ પોલીસ નિવેદનમાં લખાવ્યું હતું કે તેઓ છેલ્લા છ મહિનાથી રાજકોટમાં સ્ટાર ગ્રૃપ મની નામની સ્કીમ ચલાવતા હતા અને તેઓના ભાગીદાર હર્ષાબેન ઉફેૃ હકી માવજી રાઠોડ સ્કીમમાં લોકો પાસેથી પૈસાનું કલેકશન કરતા હતા જેમાં તેના મિત્ર કેતનભાઇ પણ તેઓને મદદ કરતા હતા જેમાં પૈસાની ઉઘરાણી વારંવાર થતા માનસિક ચિંતામાં ભાગીદાર હર્ષાબેને રાજકોટ પોતાની ઘેરે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.

ત્યારબાદ રોકાણ કરનારા તેમની પાસે પૈસાની ઉઘરાણી કરતા હોય જેથી કંટાળી જઇ પોતે પોતાની મેળે દવાની દશેક ટીકડી પી જઇ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ ફરીયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરેલ છે.

(12:51 pm IST)