સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

જામનગરમાં હાથ ઉછીની રકમ નહી આપતા ધમકી આપી માર્યો

જામનગર, તા.૨૮: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હિતેશભાઈ પ્રભુદાસ ટંકારીયા, ઉ.વ.૩૬, રે. લીમડા લાઈન, અશોક બેકરીની સામે, ભચેતના હાઉસ બ્રાંડ બકેટની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, ભુપેન્દ્રભાઈ પાસેથી હાથ ઉછીના કટકે કટકે સાડા પાંચ લાખ રૂપિયા લીધેલ જે પૈસા આપવા બાબતે આરોપી સાગરભાઈ માડમ એ તેની અંબર ચોકડી પેટ્રોલ પંપ પાછળ આવેલ સીટી આર્કેટ આવેલ  સાગરભાઈ માડમની ઓફીસ, જામનગરમાં ફરીયાદી હિતેશભાઈને બોલાવીને ગાળો આપી તથા આરોપી સાગરભાઈના મીત્ર એ લાકડાના ધોકા વડે ફરીયાદી હિતેશભાઈને હાથના ખંભાના ભાગે આડેધડ માર મારી તેમજ ઢીકાપાટુનો માર મારી બંન્ને હાથના ખંભાના ભાગે મુઢ ઈજાઓ કરી તથા આરોપી ભુપેન્દ્રભાઈએ સાગરભાઈ કહે તેમ કરવાની ધમકી આપી તથા આરોપી સાગરભાઈ માડમ અને સાગરભાઈનો મીત્ર એ પૈસા આપી દેજે નહીતર જીવતો નહી રહેવા દઈએ તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂ-જુગારના દરોડા

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, જોલી બંગલો જય માતાજી હોટલ પાસે, જામનગરમાં આરોપી કેયુર યોગેશભાઈ નંદા, એકટીવા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–ડી.જી.–૩પ૬૭ જેની કિંમત રૂ.૩૦,૦૦૦/માં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– મળી કુલ રૂ.૩૧,૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, જોલી બંગલો જય માતાજી હોટલ પાસે, જામનગરમાં આરોપી આસીફ ઉર્ફે જુડો અલીભાઈ સીપાહી, દારૂની બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ ભુંટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા ખારી વિસ્તાર કાર્તિકે સ્વામીના મંદિર પાસે બાવળની કાંટમાં આરોપીઓ ઘનશ્યામસિંહ ભીખુભા જાડેજા, મહેશભાઈ ઉર્ફે મુન્નો બાબુભાઈ ચાવડા, મનસુખભાઈ હકાભાઈ મોરવાડીયા, અનીલભાઈ ધીરૂભાઈ પરમાર, લાલજીભાઈ નરશીભાઈ ઢાપા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧,૧૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી વિશાલ રાજુભાઈ કોળી, દેવરાજભાઈ ઉર્ફે દેવલો બાવાજી ફરાર થઈ ગયેલ છે.

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. મયુરસિંહ જટુભા પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ધ્રોલ ચામુંડા પ્લોટ દરગાહ પાસે આરોપી ઈરફાન અબ્દુલભાઈ રફાઈ, દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(1:03 pm IST)