સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

માણાવદર, મેંદરડા અને વંથલી તાલુકાના માર્ગ મકાન પંચાયત હસ્તકના રોડ રસ્તાઓના રૂ. ૧૨.૩૩ કરોડના કામો મંજુર

જૂનાગઢ તા.૨૮ : માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના જૂનાગઢ જિલ્લાના માણાવદર મતવિસ્તારના માણાવદર, મેંદરડા અને વંથલી તાલુકાના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આયોજના બહારના રસ્તાઓના બાંધકામની કામગીરી માટે રૂ.૧૨.૩૩ કરોડના કામોને મંજુર કરી જોબ નંબર આપવામાં આવેલ છે. આ અંગે આગળની પ્રકિયા હાથ ધરવા માટે સબંધિત કાર્યપાલક ઈજનેરશ્રીને મંત્રીશ્રી માર્ગ મકાન દ્વારા સુચના આપવામાં આવેલ છે, તેમ ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડાએ અખબારી યાદીમાં જણાવેલ છે. 

શ્રી ચાવડાએ જણાવેલ હતું કે માણાવદર મતવિસ્તારમાં આ રસ્તાઓ માટે સ્થાનિક કક્ષાએથી રજૂઆત મળતા માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીને રજૂઆત કરેલ હતી. જેને મંજુર કરવામાં આવેલ હતી.માણાવદરતાલુકાના બાંટવા-થાપલા જોઈનીંગ ટૂ એકલેરા રોડ નોન પ્લાન ૧૧.૮૦ કી.મી. લંબાઈના રોડ માટે રૂ.૬૦૦ લાખ, મેંદરડા તાલુકાના ગુંદાળા-ઝીંઝુડા નોન પ્લાન ૫.૧૦ કી.મી. લંબાઈના રોડ માટે રૂ.૩૩૩ લાખ અને વંથલી તાલુકાના નાના કાજલીયાળા-મોટા કાજલીયાળા નોન પ્લાન ૪ કી.મી.લંબાઈના રોડ માટે રૂ.૩૦૦ લાખના ખર્ચ મળી કુલ ૧૨.૩૩ કરોડના ખર્ચે કુલ ૨૦.૯૦ કી.મી. લંબાઈના નોન પ્લાન રસ્તાઓને કાચા થી ડામર  તૈયાર કરવામાં આવશે.   આ તકેશ્રી ચાવડાએ માણાવદર વિધાનસભાના મતદારો વતી માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીનો આભાર વ્યકત કરેલ છે.

(12:47 pm IST)