સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

મોરબીમાં દારૂની હેરાફેરી કરતો વિવેક ત્રેટીયા ૨૯ હજારના દારૂ સાથે પકડાયો

બી ડીવીઝન પોલીસનો દરોડો : ભાવેશ દલવાડીની શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૮: મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટાફની ટીમે બાતમીના આધારે મોરબી હળવદ રોડ ઉપર આવેલી હોટલ નજીક વિદેશી દારૂની રેઇડ કરીને જાહેરમાં દારૂ લઈને નીકળેલા એક આરોપીને રૂ. ૨૯ હજારના વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.જયારે આ દારૂની હેરાફેરીમાં અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી એસપી સુબોધ ઓડેદરાની મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી દુર કરવા કેશો શોધી કાઢવા સુચનાને પગલે મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર વી.એલ.પટેલ તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મોરબી હળવદ રોડ ઠાકર ગાર્ડન હોટલ સામે રોડ ઉપર જાહેરમાં વિવેકભાઇ ઇશ્વરભાઇ ત્રેટીયા (ઉ.વ.રર ધંધો ખેતી રહે.હરીઓમ પાર્ક દ્યુટું રોડ મેઇન શેરીમાં પાટીદાર જનરલ સ્ટોર્સ પાસે તા.જી.મોરબી મુળ ગામ રણમલપુર પારેજીયા શેરી તા. હળવદ જી.મોરબી) નામનો શખ્સ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૫ કિં રૂ.૧૮૭૫ તથા બોટલ નંગ-૧૨ કિ.રૂ.૨૪૦૦૦/- તથા બોટલ નંગ-૦૨ કિ.રૂ.૪૦૦૦ એમ મળી કુલ રૂ.૨૯૮૭૫ નો મુદામાલ સાથે મળી આવતા તેની મુદામાલ સાથે ધરપકડ કરી હતી. જયારે બીજો આરોપી ભાવેશભાઇ નિરૂભાઇ દલવાડી (રહે.ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર) હાજર ન મળી આવતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:45 pm IST)