સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા-રાણપુર બંધ

માલધારી સમાજ દ્વારા કલેકટર અને એસ.પીને રેલી સાથે આવેદન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૮ :  ધંધુકામાં ભરવાડ સમાજના કિશનભાઇની હત્યા પ્રકરણમાં આજે સુરેન્દ્રનગર ધાંગધ્રા રાણપુર સહિતના ગામોમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર રતનપરની અને ધાંગધ્રા બંધના અપાયેલા એલાન ના પગલે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે હાલમાં દસ વાગ્યે લખાય છે અત્યારે હાલમાં અડધી બજારો ખુલી છે અને અડધી બજારો બંધ રહી છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર રતનપરની વિસ્તારમાં મિશ્ર પ્રતિસાદ વચ્ચે બંધનું એલાન જોવા મળી રહ્યું છે પરંતુ ૧૧ વાગ્યે રેલી નીકળવાની છે ત્યારે ગામ બંધ કરવામાં આવે તો નવાઈ નહીં પરંતુ હાલમાં મિશ્ર -તિસાદ વચ્ચે સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર રતનપરની અને ધાંગધ્રા મિશ્ર પ્રતિસાદ બંધના એલાનને મળી રહ્યો છે ત્યારે ૧૧ વાગે સુરેન્દ્રનગરના આંબેડકર ચોક વિસ્તારમાંથી માલધારી સમાજની રેલી કાઢી અને કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવાનું હાલમાં નક્કી કરવામાં આવ્યું છે ત્યારે ૧૧ વાગ્યે રેલી અને આવેદનપત્ર ની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં ઠેરઠેર પોલીસ મુકી દેવામાં આવી છે કારણ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલમાં પોલીસ તંત્ર સજાગ બની ગયું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના એસપી મહેન્દ્રભાઈ બગડીયા તેમજ સુરેન્દ્રનગર ડીવાયએસપી હિમાંશુભાઈ દોશી અને સુરેન્દ્રનગર શહેરના ગુનાશોધક શાખાના ચૌધરી તેમજ ત્રિવેદી સાહેબ સુરેન્દ્રનગર એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ તંત્ર હાલમાં રેલી નીકળવાની છે ત્યારે ચુસ્તપણે બંદોબસ્ત રાખી રહી છે ત્યારે આજના બંધના એલાનમાં વિશ્વ હિન્દુ પરિષદ શિવસેના બજરંગ દળ અને માલધારી સમાજના લોકો રેલીમાં જોડાઈ અને આવેદનપત્ર આપી અને ન્યાયની માંગણી કરવામાં આવશે તેઓ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે કિશનભાઇ ની અત્યાર ની વિગત એવા પ્રકારની છે કે એમને બે દિવસ પહેલા ફેસબુક ઉપર વિડીયો મુક્યો હતો અને તેમની હત્યા થઈ છે તેવું હાલમાં તેમના સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી રહ્યું છે ત્યારે આ ઘટનામાં ધંધુકામાં કિશનભાઇ બોલ્યાની હત્યા થઈ છે જેના પ્રત્યાઘાતો પડયા છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર રતનપરની અને ધાંગધ્રા મિશ્ર પ્રતિસાદ વચ્ચે હાલમાં બંધ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે

બે દિવસ પહેલા ધંધુકામાં કિશનભાઈ બોલિયાને વિધર્મીઓએ ફેસબુક પર વિડીયો મુકતા ગોળી મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનાના કાળા પડઘા સમગ્ર ગુજરાતમાં સંભળાઈ રહ્યા છે. આજે ધંધુકામાં બંધ પાળ્યા બાદ આવતીકાલે રાણપુર તાલુકામાં હિન્દુ સમાજ દ્વારા શુક્રવાર ૫-૧ બંધનું એલાન આપી યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વીએચપી, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, હિંગળાજ યુવા સંગઠન, હિંદુ યુવા વાહિની, ક્ષત્રિય સમાજ-ઝાલાવાડ, ઠાકોર સેના-ગુજરાત, કરણી સેના-સુરેન્દ્રનગર, કરણી સેના-સુરેન્દ્રનગર, ગુજરાત દ્વારા સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર, નગરપાલિકા દ્વારા તા. વેપારીઓને અજાણતા હડતાળમાં જોડાવા તાકીદ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં પણ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

ધંધુકા પીઆઈ અને ચાર પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી

ધંધુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતા સામે હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસ.પી. ધંધુકા પીઆઈ સહિત પાંચ કર્મચારી-અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ધંધુકા પીઆઈ સી.બી. ચૌહાણને કંટ્રોલ રૂમ લીવ રિઝર્વમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ મસ્ત મોહમ્મદ ખાન ઈમ્તિયાઝ ખાનની નળસરોવર, એચ.સી. નવરેજા ઉમરભાઈની મંડળી, મહિલા પબ્લિક ગાર્ડ ઝુલ્ફિયાબેન રફીકભાઈની વિઠ્ઠલાપુર અને મહિલા લોકરક્ષક ખુશ્બુ ગફૂરભાઈની પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

(12:45 pm IST)