સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

પોરબંદર અને ગ્રામ્ય વિસ્તારમાં ૭૪ કોરોના કેસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા)  પોરબંદર, તા. ર૮ : પોરબંદરમાં ૭૪ દર્દીના રિપોર્ટ પોઝીટીવ ૧૯૭૦ કોરોના ટેસ્ટ કરાયા છે. છાંયા કડિયા પ્લોટ, સરકારી કર્ચચારી સોસાયટી, બોખીરા, કિર્તી મંદિર પોલીસ લાઇન તથા ગ્રામ્ય વિસ્તારોમાં પોઝીટીવ કેસ આવ્યા છે. જયારે ૧૧૧ ને રજા આપવામાં આવી છે. ૩૪પ કેસ એકટીવ છે જેમાં પ હોસ્પિટલમાં સારવારમાં છે.

ર૦ ગામમાંથી ૩૩ દર્દીના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. ૧૪ બાળકો સહિતનાં કોરોના સંક્રમિત થયા છે.

(1:03 pm IST)