સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

મોરબીના વિસ્તરણ અધિકારી દ્વારા ગ્રેડ પે અને પગાર વિસંગતતા બાબતે આવેદનપત્ર.

ડીડીઓ, ખેતીવાડી અધિકારી અને જીલ્લા રજીસ્ટ્રારને આવેદન પાઠવ્યું.

મોરબી જીલ્લાના વિસ્તરણ અધિકારી (ખેતી) અને વિસ્તરણ અધિકારી (સહકાર) દ્વારા જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા ખેતીવાડી અધિકારી અને જીલ્લા રજીસ્ટ્રારને ગ્રેડ પે અને પગાર વિસંગતતા મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે
જે આવેદનપત્રમાં જણાવ્યું હ્ચે કે વિસ્તરણ અધિકારી ખેતી અને વિસ્તરણ અધિકારી સહકારની ભરતી અનુક્રમે બીઆરએસ એગ્રી, બીએસસી એગ્રી, એમએસસી એગ્રી તેમજ આંકડા મદદનીશ જે જેઓ મુખ્ય વિષય આંકડાશાસ્ત્ર, ગણિત અને અર્થશાસ્ત્ર સાથે સ્નાતક હોય તેને જ ઉમેદવાર તરીકે લેવાના હોય જેથી તેઓની કેડર પણ ટેકનીકલ ગણવામાં આવે તેમજ વિસ્તરણ અધિકારી ખેતી અને વિસ્તરણ અધિકારી સહકાર તેમજ આંકડા મદદનીશ ટેકનીકલ કેડર હોય જેને ૪૨૦૦ ગ્રેડ પે માં સમાવવા રજૂઆત કરી છે
ઉપરાંત નાયબ ચીટનીશ જગ્યા માટે કોઈપણ સ્નાતક ઉમેદવારને લેવામાં આવતા હોવા છતાં તેને ટેકનીકલ કેડર ગણીને ૪૨૦૦ ગ્રેડ પે આપવામાં આવે છે વિસ્તરણ અધિકારી સંવર્ગ/નાયબ ચીટનીશ સહીત તમામને વિકાસ સેવા વર્ગ ૨ માં પ્રમોશન આપવામાં આવે છે જે તમામ ઉમેદવારોને એક જ પરીક્ષા આપવાની હોય એક જ કેડરમાં અલગ અલગ ગ્રેડ પે ની વિસંગતતા દુર કરવા માંગ કરી છે.

(11:45 am IST)