સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

મોરબીની રવિરાજ ચોકડીએ અકસ્માતમાં બે યુવાનના મોત મામલે ગુનો નોંધાયો.

મોરબીની રવિરાજ ચોકડી નજીક બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા બે યુવાનના મોત થયા હોય જે બનાવ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોટી વાવડી ગામના રહેવાસી નાનાલાલ તેરસીંગ દાવર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક જીજે ૦૧ સીટી ૫૫૯૬ ના ચાલકે મનુષ્ય જિંદગી જોખમાય તે રીતે ટ્રક પાર્ક કરેલ હોય જેની પાછળ કોઈ લાઈટ કે ઈન્ડીકેટર રાખેલ ના હોય ત્યારે ફરિયાદીના સંબંધી શીયારામભાઈનું બાઈક એમપી ૧૨ એમઝેડ ૨૯૯૫ ટ્રક પાછળ અથડાયું હતું જે અકસ્માતમાં ફરિયાદીના જમાઈ લાલસીંગ કાટિયાભાઈ સુરયાને ઈજા થતા તેમજ શીયારામભાઈને ઈજા થતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(11:35 am IST)