સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

ભાવનગરમાં કોરોનાએ વધુ ૨ નો ભોગ લીધો : કેસ યથાવત

કોરોના સંક્રમણ અટકાવવા માટે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઇઝનો ઉપયોગ જરૂરી

રાજકોટ તા. ૨૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કોરોના સતત વધતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે ત્યારે ભાવનગરમાં કોરોનાએ વધુ ૨ નો ભોગ લેતા અરેરાટી વ્યાપી છે.

કોરોના ગાઇડલાઇન સાથે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝનો ઉપયોગ જરૂરી બન્યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી બે દર્દીઓના મોત નિપજયા છે. જયારે ૨૬૩ નવા કોરોના કેસ નોંધાયા છે. જોકે ૬૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.ઙ્ગ

ઙ્ગભાવનગર શહેરમાં કોરોના પોઝીટીવ એક દર્દીનું મોત નિપજયું હતું જયારે ૧૬૧ પુરૂષો અને ૭૨ મહિલાઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જયારે ૫૬૫ દર્દીઓ કોરોના મુકત થયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ કોરોના પોઝીટીવ દર્દીનું મોત નિપજયું છે જયારે ૩૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમજ ૫૫ દર્દીઓ કોરોના મુકત થયા છે.ઙ્ગ

હાલ ભાવનગરમાં એકટીવ કેસ ૨,૩૮૪ઙ્ગ રહ્યા છે. કુલ મૃત્યુઆંક ૩૧૪ થયો છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : જીલ્લામાં કોરોના કેસોમાં વધારો સતત જોવા મળે છે જોકે કોરોનાના નવા કેસો કરતા રીકવરી રેટ વધી રહ્યો છે જે રાહતના સમાચાર કહી શકાય ગુરૂવારે જીલ્લામાં નવા ૧૬૬ કેસ નોંધાયા છે જેની સામે ૨૦૬ દર્દીઓ સ્વસ્થ થયા છે

નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૧૮ કેસ જેમાં ૪૩ ગ્રામ્ય અને ૭૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૧૮ કેસો જેમાં ૦૮ ગ્રામ્ય અને ૧૦ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૨ કેસોમાં ૦૭ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૦૮ અને માળિયા તાલુકાના ૧૦ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૬૬ કેસ નોંધાયા છે તો ૨૦૬ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એકટીવ કેસનો આંક ૧૫૩૭ થયો છે.

(11:01 am IST)