સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

કચ્છના મુન્દ્રા બંદરે સ્ક્રેપમાં પાકિસ્તાની આર્મીનો સરંજામ મળતાં એજન્સીઓ એલર્ટ: ૧૦ કન્ટેનર વાયા આફ્રિકાથી ભારત આવ્યા

આ કન્ટેનરમાં પાકિસ્તાની લશ્કરનો ભંગાર હોઈ એજન્સીઓ આ ભંગાર ઉપરાંત કસ્ટમ ડ્યુટી ચોરી બન્ને દિશામાં તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:::ડ્રગ્સ, ખસખસ પછી મુન્દ્રા બંદરે હવે સ્ક્રેપ માં પાકિસ્તાની આર્મીની સામગ્રી મળતાં એજન્સીઓ દોડતી થઈ છે. અમદાવાદની સાંઈ બંધન ઇન્ફિન્યુઅમ પ્રા. લિ. દ્વારા આફ્રિકાથી આયાત કરાયેલ ૧૦ કન્ટેનર માંથી સ્ક્રેપ નો જથ્થો આયાત કરાયો હતો. 

પૂર્વ બાતમીના આધારે આ ૨૦૦ ટન જથ્થાની તપાસ કરતાં તેમાં પાકિસ્તાની આર્મી નો વપરાયેલ શસ્ત્ર સરંજામ મળી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની આર્મીના સ્ક્રેપ ઉપર ૨૦૦ ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે. 

પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાની સ્ક્રેપ ઉપર ડ્યુટી વધારી નાખી છે. સામાન્ય રીતે સ્ક્રેપમાં લશ્કરી ભંગાર હોય છે. પણ, આ કન્ટેનરમાં પાકિસ્તાની લશ્કરનો ભંગાર હોઈ એજન્સીઓ આ ભંગાર ઉપરાંત કસ્ટમ ડ્યુટી ચોરી બન્ને દિશામાં તપાસ શરૂ કરી છે.

(9:37 am IST)