સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીમાં થોડો ઘટાડો : ગિરનાર ૪.૭, નલીયા ૫.૨ ડિગ્રી

ગાંધીનગર ૮.૧, જામનગર ૮.૫, જુનાગઢ ૯.૭, ભુજ ૯.૯, રાજકોટમાં ૧૦.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન

રાજકોટ તા. ૨૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી ઠંડીમાં થોડો ઘટાડો થયો છે. ગિરનાર પર્વત ઉપર ૪.૭ ડિગ્રી, કચ્છના નલીયામાં ૫.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

જ્યારે ગાંધીનગરમાં ૮.૧, જામનગર ૮.૫, જુનાગઢ ૯.૭, ભુજ ૯.૯, રાજકોટમાં ૧૦.૩ ડિગ્રી લુઘત્તમ તાપમાન નોંધાયું છે.

જૂનાગઢ

(વિનુ જોષી) જૂનાગઢ : આજે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી છે.

મંગળ અને બુધવારના રોજ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં અને ખાસ કરીને ગિરનાર ઉપર કાતિલ ઠંડીએ માઝા મુકી હતી.

ગઇકાલે ગિરનારનું લઘુત્તમ તાપમાન ૧.૮ ડિગ્રી રહ્યા બાદ આજે તાપમાનનો પારો ઉપર ચડીને ૪.૭ ડિગ્રીએ સ્થિર થયો હતો.

આમ, ગિરનાર ખાતે ઠંડી ઘટવા છતાં બર્ફીલો પવન ફુંકાતા વાતાવરણ ટાઢોબોળ રહ્યું હતું.

જૂનાગઢ ખાતે આજે ૯.૭ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા રહેલ અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૪ કિમીની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૨૪ મહત્તમ, ૮.૫ લઘુત્તમ, ૭૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૪.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

પોરબંદર

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર : ઠંડીના પ્રમાણ સાથે ઠાર છે અને પવન ગતિ મંદ છે. ખંભાળા અને ફોદાળા જળાશયમાં એક-એક ઇંચનો ઘટાડો છે. ભેજ ઘટયો છે. મહત્તમ તાપમાન ૨૬.૪, લઘુત્તમ ૧૧.૪ ડિગ્રી છે. ૪૯ ટકા ભેજ નોંધાયું છે. પવન ૬ કિ.મી.એ ફૂંકાય છે. સૂર્યોદય ૭.૩૧ અને સૂર્યાસ્ત ૬.૩૬ વાગ્યે થશે.(૨૧.૨૯)

કયાં કેટલી ઠંડી

શહેર       લઘુત્તમ તાપમાન

ગિરનાર પર્વત      ૪.૭        ડિગ્રી

નલીયા       પ.ર    ,,

અમદાવાદ   ૧૦.૦  ,,

વડોદરા      ૧૦.૦  ,,

જુનાગઢ      ૯.૭    ,,

ભાવનગર    ૧૪.૦  ,,

જામનગર    ૮.પ   ,,

ભુજ          ૯.૯    ,,

ડીસા         ૭.ર    ,,

દીવ          ૧૦.૫  ,,

દ્વારકા         ૧૪.૦  ,,

ગાંધીનગર   ૮.૧    ,,

કંડલા         ૧૦.૬  ,,

ઓખા         ૧૮.૫  ,,

પોરબંદર     ૧૧.૪  ,,

રાજકોટ       ૧૦.૩

સુરત         ૧૩.૨  ,,

વેરાવળ      ૧ર.૦  ,,

(11:43 am IST)