શ્યામ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી
જૂનાગઢ : ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ કન્યા છાત્રાલય ખાતે ૭૨ માં પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણી કરવામાં આવેલ જેમાં મેયર ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના પ્રમુખ ધીરૂભાઈ ગોહેલના ધર્મપત્ની મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી મીનાબેન ધીરૂભાઈ ગોહિલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. આ રાષ્ટ્રીય દિન વિશે ગોરધનભાઈ ટાંક તથા કિશોરભાઈ ચોટલીયા ઉદબોધન આપી શુભેચ્છા પાઠવેલ. આ પ્રસંગે શ્યામ મહિલા મંડળના કન્વીનર કિશોરભાઈ ચોટલીયા સહ કન્વીનર ભરતભાઈ ભાલીયા મંત્રી સહ શ્રીમતી હર્ષાબેન કાચા સહ ખજાનચી શ્રીમતી અરૂણાબેન ભાલીયા પારૂલબેન ટાંક પ્રિયંકાબેન આજગ્યા તેમજ કડિયા જ્ઞાતિના અગ્રણીઓ ગોરધનભાઈ ટાંક દિનેશભાઈ કાચા જે કે ચાવડા વજુભાઈ કાચા નિશાંતભાઈ ચૌહાણ મોરવાડિયા સી પી જાદવ દિલીપભાઈ ટાંક અમુભાઈ રાઠોડ રસિકભાઈ મોરવાડિયા છાત્રાલયના ગ્રહ માતા ભાનુબેન ચાવડા તથા જીતુભાઈ ટાંક તેમજ છાત્રાલયની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલ. સંચાલન ભરતભાઈ ભાલીયા દ્વારા કરવામાં આવેલ અને પ્રિયંકાબેન આજગ્યા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ.