સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th January 2021

ભાણવડમાં વારીયા બાલમંદિર પ્રકરણમાં બન્ને બહેનો જેલ હવાલે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૮ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં ભારે ચર્ચા જગાડનાર ભાણવડના વારિયા બાલમંદિર પ્રકરણમાં બાલમંદિરના ટ્રસ્ટી બલદેવભાઇ વારોતરીયાની ફરિયાદના પગલે આરતીબેન પંડિત તથા કૃપાબેન ઠાકરની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવા હુકમ કરાયો છે.

ભાણવડ વારીયા બાલમંદિર ટ્રસ્ટની જમીન સહયોગ હેતુ પુર્તી કરાર આધારીત શૈક્ષણિક હેતુસર રાખેલ હોય જેઓએ શરતો મુજબના સમય દરમિયાન મેન્ટનેસ ચાર્જ નહી આપી તેમજ શૈક્ષણીક હેતુ સિવાય અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ કરી તેમજ તા.૩૧-પ-ર૦ર૦ના રોજ કરાર પુર્ણ થઇ ગયેલ હોવા છતા ટ્રસ્ટની જમીન પચાવી પાડવાના ઇરાદાથી આરોપીઓએ સાથે મળી ગુન્હાહીત કાવતરૂ રચી વારીયા બાલમંદિરના ટ્રસ્ટીઓને અલગ અલગ સમયે ફોન ઉપર તેમજ રૂબરૂ ગર્ભીત ધમકીઓ આપી અપશબ્દ બોલી મેન્ટેનેસ ચાર્જના તથા મ્યુનીસીપાલીટી કરના રૂપીયા મળી કુલ ૧૬,પ૧,૭૮રની લેણી નીકળતી રકમ નહી આપી તેમજ સરકારી જંત્રી મુજબ ૩,૪૮,૦૦,૦૦૦ની કિંમતી જમીન હોય જે જમીન પચાવી પાડવા છેતરપીંડી વિશ્વાસઘાત કરી આજદીન સુધી વારીયા બાલમંદિર ટ્રસ્ટની જમીનનો કબ્જો ખાલી નહી કરી એક બીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જેના અનુસંધાને નોંધાયેલ ગુન્હાની તપાસ હિરેન્દ્ર ચૌધરી, જામ ખંભાળિયા ડીવી.નાઓ કરતા હોય જેઓએ મ્હે. એસ.પી.સા.ની માર્ગદર્શન હેઠળ હિરેન્દ્ર ચૌધરી તથા લેન્ડ ગ્રેબીંગ સકવોડનાં એ.એસ.આઇ. શકિતસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. મહમદભાઇ હીંગોરા તથા હેડ કોન્સ. હરદાસભાઇ ચાવડા તથા ભાણવડ પો. સ્ટે.ના દુદાભાઇ લુવાનાઓએ બાકીના આરોપીઓને પણ પકડવા ચક્રોગતિમાન કરેલ છે.

ઉપરોકત સમગ્ર કાર્યવાહીમાં મ્હે.એસ.પી.સા.ની માર્ગદર્શન હેઠળ હિરેન્દ્ર ચૌધરી તથા લેન્ડ ગ્રેબીંગ સ્કવોડના એએસઆઇ શકિતસિંહ જાડેજા તથા એએસઆઇ મહમદભાઇ હીંગોરા તથા હેડ કોન્સ. હરદાસભાઇ ચાવડા તથા ભાણવડ પો.સ્ટે.ના દુદાભાઇ લુવા વિગેરે જોડાયેલ હતા.

(1:15 pm IST)