સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th January 2021

આટકોટ બસ સ્ટેશન ઉપર ઇંડાની કેબીનમાં આગ લાગતા અફડા-તફડીઃ કોઇ જાનહાની નહી

આગ લાગતા કેબીનમાં ધડાકા થતા ગેસ સિલિંડર ફાટયા હોવાની ચર્ચા ચાલી પરંતુ ફ્રિઝના કંપ્રેસર ફાટયા હતા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.ર૮ : આટકોટ બસ સ્ટેન્ડ ઉપર હાઇવે રોડ ટચ આવેલ એક ઇંડાની કેબીનમાં સવારે સાતેક વાગ્યે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જો કે જસદણ પાલિકાના ફાયર ફાયટરોએ આટકોટ આવી આગ બુજાવી નાખી હતી.

આ અંગે પ્રાપ્ત  વિગતો મુજબ આટકોટ બસ સ્ટેન્ડ ઉપર સેવા સહકારી મંડળીની આગળના ભાગમાં આટકોટ ઘાચી શખ્સ ઇમરાન કાદરભાઇ પરમાર દ્વારા ઇંડાની મોટી કેબીન ચલાવવામાં આવે છે. આજે સવારે આ કેબીનમાં અચાનક આગ લાગતા ટ્રાફિકથી ધમધમતા એરીયામાં ભારે અફડા તફડી મચી ગઇ હતી.

કેબીનમાં ત્રણથી ચાર ગેસ સિલિન્ડર રસોઇ બનાવવા રાખવામાં આવ્યા હતા ને લોકોને ખબર હોય અચાનક ધડાકો થતાં પ્રથમ એવું થયુ કે ગેસના સિલિંડર ફાટયા પરંતુ ગેસ સિલિડરને બદલે કેબીનમાં રાખેલ ફ્રિઝનું કંપ્રેસર ફાટયા હતા.

જો કે કેબીનમાં પડેલા ગેસ સિલિન્ડર ન ફાટતા જાનહાની ળી હતી. આગને જલ્દીથી કાબુમાં લઇ લેવાતા ગેસ સિલિડરો ગરમ થઇ તવાઇ ગયા હતા. પરંતુ ફાટયા નહોતા. આગને લીધે કેબીનની ઉપરથી પસાર થતાં વીજ વાયરને નુકસાન થયુ છે.

આ બનાવની જાણથતાં પોલિસ, જસદણ, ફાયર સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા.

(11:42 am IST)