સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th January 2021

ઢાંકમાં ૪ ધોલાઇ ઘાટ તોડી પડાયા

(કૃષ્ણકાંત ચોટાઇ) ઉપલેટા,તા. ૨૮: જેતપુરમાં આવેલા અસંખ્ય સાડી બનાવવાના કારખાનાના કારણે ભાદર નદિમાં વધતા પાણી પ્રદૂષણ વધતા જેતપુર સાડીના કારખાના ઉપર દબાણ વધતા તેઓએ આજુબાજુના વિસ્તારમાં સાડીના ઘાટ બનાવી કપડા -ધોવા આવતા આ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરીયાદો શરૂ થયેલ હતી. આ ફરિયાદો ઉપલેટા મામલતદાર મહાવદિયા પાસે આવતા તેઓએ ભાયાવદર પોલીસને સાથે રાખી તાલુકાના ઢાંક ગામે આવેલ આવા ૪ ધોલાઇ ઘાટ તોડી પાડ્યા હતા.જે ઘાટ તોડ્યા તેમા ભાજાલભાઇ નાજાભાઇ ગોયાળીયાની વાડીએ બે ઘાટ ૧૨ ખાનાના કાળુ જીવા ચાંદેરની વાડીએ ૧૪ ખાનાનો એક ઘાટ અને હમીર જાગુ માંકડની વાડીએ આવેલ ૧૬ ખાનાના ઘાટ હતો. ઉપલેટા તાલુકામાં આવેલા આવા ગેરકાયદેસરના ઘાટો જો કોઇ ચાલુ કરશે તો તોડી પાડવામાં આવશે. એવી ચીમકી તંત્ર દ્વારા અપાયેલ હતી.

(11:40 am IST)