સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th January 2021

મોરબીમાં સિકયુરીટી ગાર્ડને કોઇએ અગાસીએથી ધક્કો મારી દીધોઃ ગંભીર ઇજા, પગ ભાંગી ગયો

રાજકોટ તા. ૨૮: મોરબીના બેલા રોડ  રોડ પર આવેલી લેકવીંગ સિરામીક ફેકટરીમાં સિકયુરીટી તરીકે નોકરી કરતાં મુળ ધંધુકાના ખસતા ગામના શામજીભાઇ કાળુભાઇ દેત્રોજા (ઉ.વ.૪૨)ને ૨૬ જાન્યુઆરીની રાતે અગિયારેક વાગ્યે ફેકટરીના ત્રીજા માળે અગાસીએ હતાં ત્યારે કોઇએ ધક્કો મારી દેતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થઇ છે.

શામજીભાઇને પ્રથમ મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે. શામજીભાઇના કહેવા મુજબ રાતે પોતે અગાસીએ આટો મારી રહ્યા હતાં ત્યારે કોઇએ અચાનક ધક્કો દઇ દીધો હતો. કોણ હતું એ ખબર પડી નહોતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં તપાસ થઇ રહી છે.

(11:39 am IST)