સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th January 2021

કાલે જોડિયા શ્રી ગીતા વિદ્યાલયમાં શ્રીરામ ચરિત માનસ અખંડ પાઠનો ૨૯માં વર્ષમાં પ્રવેશ

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા.૨૮: જોડિયાના શ્રી રામ કૃષ્ણ સાધના ટ્રસ્ટ, શ્રી ગીતા વિદ્યાલય ખાતે આવેલ 'માનસ મંદિર' માં પૂજય શ્રી વિરાગમુનીજીની શુભ પ્રેરણા અને પૂજય શ્રી મોરારીબાપુના આશીર્વાદથી એવમ વિશ્વ કલ્યાણાર્થે જોડિયાધામ ની પાવન ભૂમિ માં શ્રી ગીતા વિધાલય ખાતે પૂજય શ્રી વિરાગમુનિજીએ માનસ મંદિર ખાતે પૂજય મોરારીબાપુના આશીર્વાદથી તા. ૨૯/૧/ ૧૯૯૩ના રોજ અખંડ શ્રી રામ ચરિત માનસની ચોપાઈના પાઠ અનુષ્ઠાન શરૂ કરાવેલા હતા જ આજે અવિરત શ્રી રામજીની કૃપાથી (૨૮) વરસ થી અવિરત આ પાઠ ચાલુ છે, આવતીકાલે અઠયાવીસ વરસ પુરા થશે અને ઓગણત્રીસ વર્ષમાં પ્રવેશ કરશે, (૨૯)માં વર્ષમાં આ અખંડ રામાયણની ચોપાઈના પાઠ અનુષ્ઠાન પ્રવેશ કરી રહયા છે જ પાવન પર્વે આજરોજ સવારથી શ્રી રામાયણની પ્રત્યેક ચોપાઈ દ્વારા આહુતિ સાથે  હોમાત્મક યજ્ઞનો શુભ પ્રારંભ આજે સવારે છ કલાકે થયેલ, જે યજ્ઞની પુર્ણાહુતી આવતીકાલે સાંજે થશે, આ હોમાત્મક યજ્ઞમાં શ્રી ગીતા વિદ્યાલયના સાધક ભાવિક ભકતજનોએ લાભ લીધેલ છે, ઉપરોકત તસ્વીરમાં શ્રી ગીતા વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી વિનુભાઈ ચંદારાણા, શ્રી વિનાભાઇ કાનાણી, શાસ્ત્રીજી શ્રી ઉદયભાઈ, તેમજ શ્રી ગીતા વિદ્યાલય પરિવારના સાધક ભાવિક ભકિતજનો નજરે પડે છે આ કલિયુગ પર્વ માં આજે સતત (૨૮) વર્ષથી રામાયણની ચોપાઈના પાઠ જોડિયાના નગરજનો કરી રહયા છે જે અખંડ રામાયણ પાઠને આવતીકાલે (૨૯)માં વર્ષમાં પ્રવેશ થશે.આજે ૧૦૨૨૭ દિવસ પુરા થયા છે અને અખંડ રામાયણની ચોપાઇનાં પાઠ ૫૭૫૮ આજે પુરા થયા છે.

(11:36 am IST)