સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th January 2021

સોમવારે પૂ. બજરંગદાસબાપાની પુણ્યતિથીઃ બગદાણામા કોરોનાના કારણે ઉજવણી રદ

ઓનલાઇન દર્શનનો લાભ લેવા અનુરોધ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮ : ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ઘ તીર્થ સ્થળ બગદાણા (તા. મહુવા) ખાતે સંત પૂ. બજરંગદાસ બાપાની ૪૪ મી પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી કોવિડ-૧૯ ના કારણે ઉજવણી બંધ રાખેલ છે આગામી તારીખ ૧ ફેબ્રુઆરીના રોજ પુણ્યતિથિના કાર્યક્રમો ધજા પૂજન, ગુરૂપૂજનના દર્શનનો લાભ ઘર બેઠા ઓનલાઇન સવારના ૮ થી ૧૦ કલાક દરમિયાન સૌ ભાવિક ભકતજનોએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત ગુરુપૂર્ણિમા મહોત્સવ (તા. ૫- ૭- ૨૦૨૦) ની સંપૂર્ણ ઉજવણી પણ કોવિડ-૧૯ની પરિસ્થિતિને કારણે ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી.

આ વર્ષે તા. ૧ ને સોમવાર (પોષ વદ ચોથ) ના ૪૪માં પુણ્યતિથિ મહોત્સવની ઉજવણીનું જીવંત પ્રસારણ થનાર છે. જે લક્ષ્ય ચેનલ તેમજ ગુરૂ આશ્રમ ની ઓફિસિયલ youtube ચેનલ, facebook, instagramના માધ્યમથી થનાર છે. સૌ ભકતજનોએ ઓનલાઈન દર્શનનો લાભ લેવા બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થા બગદાણા દ્વારા જણાવાયુ છે.

(10:57 am IST)