રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણ વિભાગના હોદેદારોની બિનહરીફ વરણી.
મોરબી: રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લી. ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી.જો કે આ ચૂંટણી બિનહરીફ રીતે યોજાઈ હતી અને હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણ વિભાગના પ્રમુખ તરીકે રવજીભાઈ હીરાપરા અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા ( રંગપર)તેમજ મેનેજીંગ ડિરેકટર તરીકે ધીરુભાઈ ધાબલીયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા છેલ્લા ૧૫ વર્ષથી સહકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.જેમાં ગામમાં સહકારી મંડળીના વ્યસ્થાપક કમિટીના સભ્ય, મોરબી માર્કેટિંગ યાર્ડમાં પાંચ વર્ષ સુધી સભ્ય નિયત્રીત બજાર સંઘમાં કારોબારી સભ્ય રહી ચૂક્યા છે અને હવે તેઓ સહકારી પ્રેસના ઉપપ્રમુખ તરીકે સેવા આપશે