સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th November 2021

ગોંડલ ભાજપ પ્રેરીત નાગરિક સહકારી બેંકમાં મોટું કૌભાંડ ગ્રાહકો સાથે ચેડા

આત્મનિર્ભર લોન સિબીલ રીપોર્ટમાં હાઉસીંગ લોન હોવા અંગે ભવ્યેશભાઇ ઢોલની રજુઆત

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ, તા.૨૭: ભારત સરકારની બહાર પાડેલ યોજના આત્મનિર્ભર લોન સિબીલ રીપોર્ટમાં હાઉસીંગ લોન હોવા અંગે લોનધારક પટેલ ભવ્યેશભાઇ વિનોદરાયભાઇ ઢોલે ગોંડલ નાગરિક સહકારી બેંકના જનરલ મેનેજરને લેખીત રજુઆત કરી છે.

ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલા શ્રીનાથજી પાર્ક-૧માં રહેતા ભવ્યેશભાઇ વિનોદરાયભાઇ ઢોલે ગોંડલ નાગરિક બેંકના જનરલ મેનેજરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે પોતે ૨૦૨૦માં ગોંડલ નાગરિક બેંકમાંથી ભારત સરકારની બહાર પાડેલ યોજના આત્મનિર્ભર લોન લીધેલ હોઇ પોતાના તથા પત્નિના બેંક એકાઉન્ટ સિબીલ રિપોર્ટ કાઢતા તે બંને એકાઉન્ટ સિબીલ રીપોર્ટમાં આત્મનિભર લોન બતાવવામાં ન આવતા લોનમાં કંઇક ગેરરીતી થઇ રહી હવાોનું જણાય છે.

જો બેંકના ગ્રાહક દરેક આત્મનિર્ભર લોન લેનારમાં હાઉસીંગ લોનમાંથી આત્મનિર્ભર લોન કરી આપે તો ભવિષ્યમાં ગ્રાહકોને હાઉસીંગ લોન મળી શકે જો ગોંડલ નાગરિક સહકારી બેંક હાઉસીંગ લોન ધારકોના સિબીલ રીપોર્ટમાં મોડીફાઇ નહી કરાવે તો ભવિષ્યમાં હાઉસીંગ લોન લેનારને હાઉસીંગ લોન લેવામાં અડચણ ઉભી થશે.

તેમ જ સરકારની પહેલી વખત મકાન લેનારને સબસીડી પણ નહી મળે જેથી પોતાના આત્મનિર્ભર લોનના સિબીલ રીપોર્ટમાં હાઉસીંગ લોન કરીને મોકલાવેલ હોઇ જે સુધારો કરાવી આત્મનિર્ભર લોન કરી આપવામાં આવે તેમ જણાવાયું છે. તેમજ લેખીતમાં ગવર્નર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મુંબઇ, જનરલ મેનેજર રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ, સ્ટેટ રજીસ્ટ્રાર ગાંધીનગર, ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર રાજકોટ સહિત રજુઆત કરી છે.

(11:01 am IST)