સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

ખંભાળીયા પાલિકાના સદસ્ય અને બ્રહ્મસમાજ અગ્રણી જગુભાઈ ખેતીયાનું હૃદયરોગના હુમલાથી અવસાન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૭ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા નગરપાલિકાના સદસ્ય અને રાજ્ય પુરોહીત બ્રહ્મસમાજના અગ્રણી જગુભાઈ ખેતીયાનું હૃદયરોગના હુમલાથી અવસાન થતા ઘેરો શોક છવાઈ ગયો છે.

દ્વારકા પંથકના એક ગામમાં ગાયો માટે નિરણ લેવા ગયા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવ્યો હતો જે જીવલેણ નિવડયો હતો. જગુભાઈ ખેતીયા રાજ્ય પુરોહીત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ હતા.

તેમની સ્મશાન યાત્રા આજે સાંજે ૪.૩૦ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી નિકળશે.

(3:31 pm IST)