સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા વિસ્તારમાં લીલા ગાંજાનું વાવેતર ઝડપાયુ : ઝૂંપડ નાનીયાણી ગામ ની સિમ માં તુવેર અને એરંડા ના વાવેતર વચ્ચે લીલા ગાંજા ની ખેતી કરાતી'તી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ::::સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા ના ઝૂંપડ નાનીયાણી ગામ ની સિમ માં પોલીસ ચેકિંગ હાથ ધરવા માં આવ્યું હતું.ત્યારે પોલીસ ને પાકી અને પુરી બાતમી ના આધારે સુરેન્દ્રનગર જિલ્લા નાં ચોટીલા તાલુકાના ઝુપડા નાનયાણી ગામે વિડી વિસ્તારોમાં એરંડા અને તુવેરની આડમાં ગાંજા નું વાવેતર કરાતું હોવા ની પોલીસને બાતમી મળી હતી.

ત્યારે આ બાતમી ના આધારે આ વિસ્તારમાં સુરેન્દ્રનગર ડી.વાય.એસ.પી  ચેતનભાઈ મૂંધવા અને સાથી પોલીસ ની ટિમ દવારા આ સિમ માં અચાનક આકસ્મિક ચેકિંગ હાથ ધરવા માં આવ્યું હતું.ત્યારે આ ગામ ની સિમ માં તુવેર અને એરંડા ના પાક વાવેતર ની વચ્ચે ગાંજા નું વાવેતર કરવા માં આવતો હોવા નો આ વિસ્તારના સિમ ના ખેતર માં ઘટ્ટ સ્પોર્ટ થયો હતો.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તાર માંથી ગાંજા ની મોટી માત્રામાં ખેતી ઝડપાઇ છે.સુરેન્દ્રનગર જિલ્લા નાં ચોટીલા તાલુકાના ઝુપડા નાનયાણી ગામે વિડી વિસ્તારોમાં એરંડા અને તુવેરની આડમાં ખેડૂતે ગાંજા નું વાવેતર કર્યું હતું.ત્યારે પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન આ વિસ્તારમાં વાડી માં આવેલી ઝૂંપડી પાછળ થી પોલીસ અને ડી. વાય.એસ.પી ચેતનભાઈ મૂંધવા એ ગાંજા ની ખેતી ઝડપી લીધી છે.ત્યારે આ ગાંજા ની ખેતી પોલીસ દવારા ઝડપી પાડવા માં આવતા આજુબાજુ ના ખેતરોમાં નાશ ભાગ મચી હતી.

લિંબડી ડિવિઝન ડીવાયએસપી સહિત પોલીસ ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં થી ચોટીલા તાલુકામાં અગાઉ પણ ગાંજા નું વાવેતર ઝડપાયુ હતું.ડી.વાય.એસ.પી એને ચોટીલા પીઆઈ સહીત પોલીસ સ્ટાફે આસરે ૭૦૦.જેટલા લીલા ગાંજા નો છોડ ઝડપી વધું તપાસ ચલાવી રહી છે.ત્યારે હાલ આ ઉભા ગાંજા નોંપાક લણવા નું પોલીસ દ્વારા શરૂ કરાવવા માં આવ્યું છે.

ત્યારે લાખો રૂપિયા નો મુદ્દામાલ ઝડપાઇ તેવી આશંકા વર્તાઈ રહી છે.ત્યારે હાલ લીમડી ડી.વાય.એસ.પી ચેતનભાઈ અને સ્થાનિક પીઆઇ બી. કે પટેલ, સહિતનો કાફલો સ્થળ ઉપર નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધાશે.અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવા માં આવશે.

(3:30 pm IST)