સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલને યાદ કરાયા

સાવરકુંડલાઃ લીલીયાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઈ રવાણીની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ખાતે શહેર અને તાલુકા સમિતિ દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના પ્રખર નેતા સદભાવનાના ઉપાસક અને રાજયસભાના સાંસદ એહમદભાઈ પટેલના અકાળે અવસાન થતાં કોંગ્રેસ પરિવારને મોટી ખોટ પડી છે સ્વ. એહમદભાઈ પટેલને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ દુઃખીના અવસરે ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે કહેલ કે એહમદભાઈ પટેલ ખરેખર રાજકીય ચાણકય હતા કોંગ્રેસના એક અડીખમ સ્થંભ હતા અને મનમોહન સિંહ સરકારના મુખ્ય સલાહકાર હતા સ્વ. એહમદભાઈ પટેલ ખોટ કયારે ન બુરી શકાય અને સ્વ ને ભગવાન એકદમ શાંતિ આપે સ્વર્ગસ્થ માં સ્થાન મળે આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઈ રવાણી એ ઉડા દુઃખની લાગણી વ્યકત કરી કહેલ કે અમારે એહમદભાઈ પટેલ સાથે પારાવારીક સંબંધો હતા. સ્વ. એહમદભાઈ કોંગ્રેસ માટે સારામાં સારા માર્ગદર્શક હતા. ચંદ્રેશભાઈ રવાણી પોતાના અનુભવ પ્રમાણે જણાવેલ કે સ્વ. એહમદભાઈ કયારે નાના મોટા કે જ્ઞાતિવાદનો ભેદભાવ નથી રાખીયો સ્વ. એહમદભાઈ પટેલને કુદરત શાંતિ આપે. આ તકે ઈકબાલ ગોરી એ જણાવેલ હતું કે એહમદભાઈના એકાએક અવસાનથી તેમના કુટુંબીજનો પર આવી પડેલી આફત સહન કરવા ની તોફિક અતા ફરમાવે અને મરહુમ એહમદભાઈ પટેલને અલ્લાહ તાલ્લાહ જન્નતુલ ફિરદૌસમાં મકામ અતા ફરમાવે. આ તકે શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ કિરીટભાઈ દવે એ સ્વ એહમદભાઈ પટેલને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હાર્દિકભાઈ કાનાણી નગરપતિ વિપુલભાઇ ઉનાવા ભારત ભાઈગીડા મનુભાઈ ડાવરા બાબુભાઇ પાટીદાર હસુભાઈ બગડા અશ્વિનભાઈ ઉપાધ્યાય યાકુબભાઈ રસભર્યા નસીરભાઈ ચૌહાણ હતીમભાઈ હિરાણી ઉસમાનભાઈ પઠાણ અજયભાઈ ખુમાણ કમલેશભાઈ મગિયા ભાવેશભાઈ બગડા રાજેભાઈ ચૌહાણ ફિરમામાં વિગેરે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદેદારો તાલિકા જિલ્લા પંચાયતના સભ્ય અને નગરપાલિકાના સભ્ય અને કોંગ્રેસી કાર્યકરો હાજા રહેલ હતા.(તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(12:54 pm IST)