સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

વઢવાણ પાસેથી ૨૧.૪૭ લાખના દારૂ સાથે ૨ ઝડપાયા

ટ્રક સહિત રૂ. ૩૧.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત : ૨ શખ્સો સામે રાજકોટ રેન્જ- રાજકોટની ટીમ દ્વારા ગુન્હો

વઢવાણ : તસ્વીરમાં જપ્ત કરાયેલ દારૂ આરોપી તથા પોલીસ ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ -વઢવાણ)

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તો ૨૭: રાજકોટ રેન્જની ટીમ દ્વારા સુરેન્દ્રનગરથી વઢવાણ પાસેથી રૂ. ૨૧.૪૧ લાખનાં દારૂના જથ્થા સાથે ૨ શખ્સો ધરપકડ કરાઇ છે.

રેન્જમાં ચાલતી પ્રોહી જૂનાગઢની પ્રવૃતિ સંદતર નાબુદ કરવા માટે આવી ગે.કા. પ્રવૃતિ ઉપર કડક કાર્યવાહી કરવા માટે ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ રાજકોટ રેન્જ નાઓએ રેન્જના તમામ જીલ્લાઓને કડક વાહન ચેકીંગ કરવા જણાવેલ જે અન્વયે એબ્સ કોન્ડર સ્કોડ રાજકોટ રેન્જના. પો.સ.ઇ. જે.એસ.ડેલા ખાનગી રાહે ચોક્કસ હકિકત મળી હતી.

સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ પો.સ્ટે. વિસ્તારના વઢવાણ લખતર સ્ટેટ હાઇવે ઉપરથી ટેન્કર નં. જીજે-૨૧-ટી -૦૬૨૦માં ઇંગ્લીશ દાૂનો મસ મોટો જથ્થો ભરી નીકળનાર  છે. જેથી તુર્તજ વઢવાણ લખતર સ્ટેટ હાઇવે ગેબનશા પીર સર્કલ પાસે સ્ટાફના રાજદિપસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તથા ડ્રા. સમીરભાઇ મુલીયાણા નાઓએ વઢવાણ લખતર સ્ટેટ હાઇવે ગેબનશા પીર સર્કલ પાસે મોકલી વાહન ચેકીંગ કરાવતા હકીકત વાળુ ટેન્કર જીજે-૩૧-ટી-૦૬૨૦ નિકળતા ટેન્કર રોકી ટેન્કર ખોલી ચેક કરતા ટેન્કરમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૮૪૭ કિ.રૂ. ૨૧,૪૧,૫૭૫ /- તથા ટ્રક રૂ. ૧૦,૦૦,૦૦૦ મો. ફોન. ૧ રૂ. ૩૦૦૦ તથા રોકડ રૂ. ૫,૬૫૦ મળી કુલ રૂ. ૩૧,૫૦,૫૨૫, નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ ડ્રાઇવર આરોપી નં. (૧) હિમતસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ રહે. તલવાડા, તા. ગટોલ જી.બાંસવાડા રાજસ્થાન વાળાને ધોરણસર અટક કરેલ તેમજ આરોપી નં. (૨) વિદેશી  દારૂનો જથ્થો મોકલનાર -રાજુરામ ઇરામ બિશ્રોઇ રહે. કુકામેડા સાંચોર રાજસ્થાન તથા (૩) વિદેશી દારૂનો જથ્થો મોકલવામાં મદદ કરનાર -સનીલ બિશ્રોઇ રહે. સાંચોઇ રાજસ્થાન તથા (૪) દારૂનો જથ્થો મંગાવનાર ઇસમ તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ વઢવાણ પો. સ્ટે. ગુનો રજી. કરાવવામાં આવેલ છે.

(2:07 pm IST)