સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

દસાડાના વાલેવડા ગામમાં વાંકલ માતાજીના મંદિરમાં ચોરી

સુરેન્દ્રનગર જિલ્લામાં તસ્કરો બેફામ બન્યાઃ૧૫ દિવસમાં ચાર મંદિરમાં ચોરી

વઢવાણ, તા.૨૭: સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ધાર્મિક સ્થળ ઉપર ચોરીનો ગુનો તસ્કરો દ્વારા આચરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે વાલેવડા તાલુકો દસાડા માં આવેલ વાંકલ માતાજીના મંદિરમાં તસ્કરો દ્વારા ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે ત્યારે મોડી રાત્રે તસ્કરો દ્વારા વાલેવડા ગામમાં આવેલ વાંકલ માતાજી ના મંદિર ના દરવાજા ના તાળાઓ તોડી અને મંદિરમાં ચોરી કર્યા હોવાનું ત્યાંના સ્થાનિક અને ત્યાં પૂજા પાઠ કરતા સાધુ સ્થાનિક અને ત્યાં પૂજા પાઠ કરતા પુજારી દ્વારા મંદિરમાં ચોરી થયા હોવાની પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવા પામી છે.

સીતારામ મનુભાઇ સાધુ ઉં.વ.૨૫, એ ફરીયાદ નોંધાવેલ છે કે,મંદીરના દરવાજા ઓના તાળા તોડી મંદીરમા પ્રવેશ કરી ચાંદીના ત્રીશુલ નંગ-૨,ચાંદીના મોટા છતર નંગ-૬,ચાંદીના મીડીયમ છતર નંગ-૩,ચાંદીના અન્ય નાના છતર નંગ -૧૦૭,મંદીર ની અંદર રાખેલ માતાજીની ચાંદીની મૃર્તી નંગ-૧,ચાંદીનો માતાજીનો મુગટ તથા મુગટની કલગી વિગેરે ચાંદીની વસ્તુ જેનો વજન આશરે ૬ કીલો કીં.રૂ.૧,૮૦,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ.  પી.વી.ધનેશા દસાડા પો.સ્ટે. નાઓ કરે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુલાબી ઠંડીનો પ્રારંભ થતાની સાથે જ તસ્કરો દ્વારા બેફામ રીતે ચોરીના ગુનાઓ આચરવા ના બનાવો સતત સામે આવી રહ્યા છે દ્યર મકાન અને મંદિરોમાં અને ખાસ કરી ધાર્મિક સ્થળો ઉપર ની જગ્યાઓ ઉપર જઈને તસ્કરો દ્વારા બેફામ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી કરવામાં આવી રહી હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ગુલાબી ઠંડીનો પ્રારંભ થતાની સાથે જ તસ્કરો ચોરી ના ગુનાને અંજામ આપી રહ્યા છે.

ત્યારે ખાસ તસ્કરો દ્વારા ધાર્મિક સ્થળો અને મંદિરોને વધુ સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે છેલ્લા પંદર દિવસમાં ચાર મંદિરોમાં તાળા તોડી અને તસ્કરો દ્વારા ચોરીના ગુનાઓ આચરવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા મંદિરોમાં ચોરી કરનાર ચોરને ઝડપી પાડી અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.

(11:45 am IST)