સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

ટંકારાની લજાઇ ચોકડી નજીક ટ્રકની ઠોકરે રીક્ષામાં સવાર વૃધ્ધને ઇજા

મોરબી - ટંકારા તા. ૨૭ : ટંકારા લજાઈ ચોકડી નજીક આજે સવારના સમયે લજાઈ રેહતા ઇકબ્લાભાઈ અબ્દુલભાઈ ઉ.વ.૫૫ વાળા પોતની રીક્ષા લઈને લજાઈ ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તમને હડફેટે લેતા રીક્ષાચાલક વૃદ્ઘને ગંભીર ઈજા થઇ હતી જેથી ટંકારાની ૧૦૮ ટીમના છેલુભાઈ પાયલોટ અને ઈ.એમ.ટી રૂબીયાનાબેન ખુરેશી સહિતની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત વૃદ્ઘને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાય હતો ઘટનાની જાણ થતા ટંકારા પોલીસે આગળની કાયર્વાહી હાથ ધરી છે.

(11:42 am IST)