News of Friday, 27th November 2020
સરદાર લેઉવા પાટીદાર સમાજ થકી મહિલા સમિતિ આયોજીત એક માંડવે લગ્ન એવો દ્વિતિય સમૂહ લગ્ન સંપન્ન
ટંકારા : સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા મહિલા સમિતિ આયોજીત 'એક માંડવે લગ્ન એવા દ્વિતિય સમૂહ લગ્ન' તુલસી વિવાહના પાવન દિવસે નવદંપતિ યુગલ પરિવારના ઘર આંગણે રંગે ચંગે સહુ જ્ઞાતિજનોના સહયોગથી પરિપૂર્ણ યુકત સંપન્ન થયો. સમૂહ લગ્નમાં જોડાયેલ નવદંપતી તથા યુગલ પરિવારનો તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર દરેક દાતાશ્રી તેમજ સરદાર લેઉવા પાટીદાર સમાજ કારોબારી સમિતિ તથા સમાજના આગેવાનશ્રીઓ જેના થકી આ કાર્યક્રમ યોજાયો હતો. તેવી મહિલા સમિતિ તથા યુવા સમિતિ, યુગલ પરિવારની નોંધણી તથા દરેક પ્રકારનું રજીસ્ટ્રેશન કરનાર રજીસ્ટ્રેશન સમિતિ સારી અને સુંદર પ્રકારની વસ્તુઓની ખરીદી કરનાર કરિયાવર સમિતિ અને સૌનો આ તકે સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાએ આભાર વ્યકત કરેલ.
(11:34 am IST)