સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th November 2018

જેતપુર કલર્સ જેસીઝ ઝોનમાં ઝળકી...

જેતપુર : જેતપુર કલર્સ જેસીઝએ ઝોન-૭ ના વાર્ષિક અધિવેશનમાં ચાર એવોર્ડ પ્રાપ્ત કર્યા હતાં. જેસીઝ ઇન્ટરનેશનલમાં સુંદર પરફોર્મસ પોતાની કોઠાસુઝ દ્વારા આપતા જેતપુરના રાજીવ મકવાણાના નેઝા તળે જેતપુરમાં કલર્સ જેસીઝ કાર્ય કરી રહી છે. તાજેતરમાં જામનગર ખાતે જેસીઝ ઝોન-૭ નું વાર્ષિક અધિવેશન મળ્યુ હતું. જેમાં કલર્સ જેસીઝ પ્રમુખ મનોજ ચૌહાણની ટીમને તેમની વર્ષ દરમિયાનની ઉત્કર્ષ કામગીરી બદલ ચાર અલગ અલગ એવોર્ડ પ્રાપ્ત કર્યા હતાં. તસ્વીરમાં જેતપુર કલર્સના હોદેદારો નજરે પડે છે.

(11:51 am IST)