સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th October 2021

મોરબીની જેલમાંથી આરોપીને ખાનગી વાહનમાં કોર્ટે લઇ જનાર બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ.

હત્યાના કેસમાં આરોપીને જામનગર કોર્ટમાં ખાનગી વાહનમાં લઇ જનાર બે સસ્પેન્ડ.

જામનગર જીલ્લાના ધ્રોલમાં હત્યાના ગુન્હામાં સંડોવાયેલ શખ્શ મોરબી સબ જેલમાં રાખવામાં આવ્યો હોય જેને આજે જામનગર કોર્ટમાં રજુ કરવા લઇ જવાયો હતો જોકે આરોપીને સરકારી વાહન કે એસટી બસને બદલે ખાનગી ફોર્ચ્યુંનર કારમાં લઇ જવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી હતી અને બનાવની ગંભીરતા પારખી મોરબી જીલ્લા એસપીએ હેડ કોન્સ્ટેબલ સહિતના બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

  આ બનવની વિગત મુજબ જામનગર ટોલનાકા કામ બાબતે ગત તા. ૦૬ માર્ચ ૨૦૨૦ ના રોજ ધ્રોલમાં સરાજાહેર હત્યા કરવામાં આવી હતી ધ્રોલના દિવ્યરાજસિંહ જાડેજા નામના ૨૯ વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરાઈ હોય જે મામલે ધ્રોલ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ આરોપીને ઝડપી લેવાયા હતા જે હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી ઓમદેવસિંહ જાડેજા ગઈકાલે મોરબીથી જામનગર કોર્ટમાં મુદત હોવાથી લઇ જવામાં આવ્યા હતા જોકે આરોપીને સરકારી વાહનને બદલે ખાનગી ફોર્ચ્યુનર કારમાં લઇ જવાયાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો
જે વિડીયો વાયરલ થવાને પગલે ચકચાર મચી હતી અને આરોપી ઓમદેવસિંહ જાડેજાને ખાનગી કારમાં લઇ જવા ઉપરાંત આરોપીના હાથમાં હાથકડી પણ જોવા મળી ના હતી અને વીઆઈપી સગવડ આપવામાં આવી હોય જેની ગંભીર નોંધ લઈને મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરા દ્વારા હેડ કોન્સ્ટેબલ રાજેશ અને લોક રક્ષક જવાન જગદીશ એમ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે

(8:54 pm IST)