સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th October 2021

જેતપુર પાસે પ.૯૭ લાખના દારૂના જથ્થા સાથે જુનાગઢના બે શખ્સોને રૂરલ ક્રામઇ બ્રાંચે ઝડપી લીધા

બોલેરો સહિત ૮.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જેઃ શાપર-વેરાવળ બાદ જેતપુર પંથકમાં દારૂનો જંગી જથ્થો ઝડપી લેવાતા બુટલેટરોમાં ફફડાટ

તસ્વીરમાં દારૂનો જથ્થો પકડાયેલ બેને શખ્સો અને બોલેરો નજરે પડે છે.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ દિવાળી તહેવાર અનુસંધાને પ્રાહી જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા આપેલ સુચના અનવ્યે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઈન્સ. શ્રી એ.આર.ગોહિલ ની રાહબરી હેઠળ પો.સબ.ઈન્સ. એસ.જે.રાણા પો.સ્ટાફ સાથે જેતપુર ડીવીજન વિસ્તારમાંપેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. રહીમભાઈ દલને મળેલ હકિકત આધારે જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તત્કાલ ચોકડી પાસે રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો પીકપ રજી. નં. જી. જે. ૧૬ એ.યુ. ૫૮૫૨ વાળી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ- ૧૮૭૦  તથા બોલેરો મળી કુલ ૮.૧૮ લાખના મુદ્દામાલ સાથે (૧) શીવાંગ ઉર્ફ શીવો રાજુભાઈ મહેતા રહે. મુળ કલાપીસ સ્ટ્ૂડીયો શાપુર તા. વથંલી જી. જુનાગઢ હાલ રહે. ૧૮૧ સુદામા પાર્ક ટીબાવાડી વિસ્તાર જુનાગઢ તથા (ર) પરેશ હમીરભાઈ ઉર્ફ જેકી ખાંભલા જાતે રબારી ઉ.વ. ર૪ રહે, ગીરનાર દરવાજા ભકતીનગર સોસાયટી જીનામ આશ્રમની બાજુમાંને ઝડપી લીધા હતા. તેમજ કાનો હમીસ્ભાઈ ઉર્ફ જેકી ખાંભલા જાતે રબારી રહે. જુનાગઢ ગીરનાર દરવાજાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઈ. મહેશભાઈ જાની તથા પો.હેડ.કોન્સ. શકતીસીંહ જાડેજા, નીલેશભાઇ ડાંગર તથા બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો.કોન્સ. રહિમભાઇ દલ, કૌશીકભાઇ જોષી, ભાવેશભાઇ મકવાણા રોકાયા હતા.

(1:12 pm IST)