જામકંડોરણાના પીપરડી ખાતે આશાપુરા મઢ યુવા ગ્રુપ દ્વારા સન્માન સમારોહ યોજાયો
જીલ્લા પંચાયત કારોબારી ચેરમે સહદેવસિંહ જાડેજા અને જીલ્લા ભાજપના ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાનું સન્માન કરાયું : ગોંડલના ધારાસભ્યના પુત્ર જયોતિરાદિત્યસિંહ જાડેજા અને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા હાજર રહ્યા
(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૨૭: તાલુકાના પીપરડી ગામે આશાપુરા મઢ યુવા ગ્રુપ દવારા નવચંડી યજ્ઞ તેમજ ઠાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો. હતો આ પ્રસંગે આશાપુરા મઢના, દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આશાપુરા મઢ યુવા ગ્રુપ દ્વારા રાજકોટ જીલ્લા, પંચાયતના ચેરમેન સહદેવસિંહ જાડેજા અને રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમાનું શિલ્ડ અને સન્માનપત્ર એનાયત કરી વિશેષ પ્રતિભા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જામકંડોરણા તાલુકાના આગેવાનોએ પણ સન્માનીત કર્યા. હતા.
ધોરાજી અને ઉપલેટા શ્રી રાજપુત કરણી સેના દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે આશાપુરા મઢ યુવા ગ્રુપ પીપરડી દ્વારા ખોડલધામ યુવા સમિતિના પ્રમુખ હિરેનભાઈ બાલધાનું કોરોના વોરીયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગોંડલના ધારાસભ્યના પુત્ર જયોતિરાદિત્યસિંહ જાડેજા અને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ હાજરી આપી હતી અને મઢના નિર્માણના શુભ કાર્ય માટે યુવાનોને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ગૌ સેવા સમિતિ ટ્રસ્ટના ક્રિપાલસિહ જાડેજા,અરવિંદભાઈ વાડોદરીયા, દિપકભાઈ ગજેરા, વિજયભાઈ રાણપરીયા,વનરાજસિંહ ચૌહાણ સહિતના સમિતિના સભ્યો દ્વારા સહદેવસિહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું આ. પ્રસંગે રાજકોટ કરણી સેના પ્રમુખ જયકિશનસિહ ઝાલા,યુવા અગ્રણી રાજવીરસિંહ વાળા,રાજકોટ જીલ્લા યુવા ભાજપ. સંત્રી ડો. મનોજ કાછડીયા,રાજકોટ તાલુકા ભાજપ ઉપપ્રમુખ આકાશભાઈ રવીયા,ગોંડલ યુવા પ્રમુખ દિગુભા જાડેજા, ઉપલેટા રાજપુત સમાજ પ્રમુખ હરપાલસિંહ જાડેજા,ધોરાજી શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશિકભાઈ વાગડીયા,ધોરાજી તાલુકા. ભાજપ પ્રમુખ કૃણાલભાઈ વઘાસીયા, જામકડોરણા, રાજપુત સમાજના પ્રમુખ તેજભા જાડેજા,જામકડોરણા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ધ્રૃપાલસિંહ જાડેજા, જેતપુર ક્ષત્રિય યુવા પ્રમુખ જયદેવસિંહ ઝાલા, ઉપલેટા કરણી સુના પ્રમુખ મહાવીરસિંહ વાળા,ધોરાજી કરણીસેના પ્રમુખ પ્રતાપસિહ ચુડાસમા,કોટડાસાંગાણી રાજપુત સમાજ પ્રમુખ ધર્મરાજસિહ જાડેજા, ઉપલેટા ભાજપ મહામંત્રી પૃથ્વીરાજસિંહ ચુડાસમા,જીલ્લા યુવા ભાજપ મંત્રી અજયસિંહ વાળા, ઉપલેટા યુવા પ્રમુખ યુવરાજસિંહ ચુડાસમા,યુવા, અગ્રણી કુલદિપસિંહ જાડેજા રાજકોટએ હાજરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ક્રિપાલસિહ જાડેજા. પીપરડી,નરેન્દ્રસિંહ જાડેજા અને સંદિપસિહ જાડેજાએ કર્યું હતુ. કાર્યકમને સફળ બનાવવા માટે આશાપુરા મઢ યુવા ગ્રુપ પીપરડીના, યુવાનોએ જહેમત ઉઠાવી હતી.