સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th October 2018

ઓખા ભારતીય તટરક્ષક દળના જીલ્લા મુખ્ય કાર્યાલયનો પ્રારંભ

ઓખાઃ ગુજરાતનો ૧૬૦૦ કી.મી.નો દરીયા કિનારો અતી સવેદનશીલ ગણવામાં આવે છે. જેમાં નશીલા પદાર્થોની દાણચોરી માચ્છીમારોને અકસ્માતો અને જળ સીમાં પરથી પાકિસ્તાની ચાચીયાગીરી જેવી અનેક સમસ્યાનો સામે સુરક્ષા વધારવા ઓખા કોસગાર્ડને જીલ્લાનું મુખ્ય કાર્યાલય બનાવાની ખાસ જરૂરી બન્યું હતું. જેને ધ્યાને લઇ આજરોજ કોસ્ટગાર્ડ ડાયરેકટર જનરલ રાજેન્દ્રસિંહ પીટીએમ, ટી.એમ.ના હસ્તે ઓખા કોસગાર્ડને જીલ્લાનું મુખ્ય કાર્યલય-૧પનુ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ઓખા કોસગાર્ડ સ્ટાફ સાથે કોસગાર્ડ પરિવારને સાથે રાખી આ ઓખા સ્ટેશનને જીલ્લાનો મુખ્ય સ્ટેશનનો દરજો આપ્યો હતો આજથી વાડીનાર, મુન્દ્ર, અને જમ્મુના કોસગાર્ડ સ્ટેશનો ઓખા સ્ટેશનની અડરમાં રહેશે. અને જીલ્લા કમાન્ડર દ્વાા નીયંત્રણ કરવામાં આવશે અને ઓખા સ્ટેશન જીલ્લાનું મુખ્ય કાર્યલય ગણશે. જેનાથી સમુદ્રની સીમા સુરક્ષામાં વધારો થશે, અને નીયમીત પેટ્રોલીંગની સાથે સાથે માચ્છીમારોની સુરક્ષા મજબુત થશે. સમૃન્દ્ર સુરક્ષાના બદલાતા સમીકરણોને ધ્યાને લઇ ડાયરેકટર જનરલ રાજેન્દ્રસિંહએ ઇન્ડીયન કોસગાર્ડના આ કાર્યને જરૂરી ગણાવ્યુ઼ હતું. આ સ્ટેશનના ઉપ મહાનીરીક્ષક મુકેશકુમાર શર્માને જીલ્લા કમાન્ડીંગ ઓફીસરની નીયુકત કરવામાં આવેલ છે જેઓ આ કિનારાની ભોગોંલીક પરીસ્થિતિ વાકેફ છે. આ પ્રસંગે તેમની સાથે મહાનીર્દેશ રાજેશપાલ પીટીએમ કમાન્ડર સાથે કેન્દ્ર અને રાજય કક્ષાના અન્ય અધીકારીઓ અને અગ્રણીયો હાજર રહ્યા હતા અહી ડાયરેકટર જનરલ રાજેન્દ્રસિંહનુ સ્વાગત કોસગાર્ડ બેન્ડ સાથે કોસગાર્ડ જવાનોએ પરેન્ડ સલામી આપી હતી અને છેલ્લે ઓખા કોસગાર્ડ તમામ મહાનુભાવોનો આભાર વ્યકત કર્યો હતો. અને બપોરની ડીનરપાર્ટી સર્વે સાથે લીધી હતી. અને સર્વે મહાનુભાવોએ ઇન્ડીયન કોસગાર્ડની આ સાગર સુરક્ષા સલામતીની કામગીરીને બીરદાવી હતી. (તસ્વીરઃ અહેવાલ- ભરત બારાઇ-ઓખા)

(11:56 am IST)