સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th September 2022

મોરબી : સિરામિકમાં મજુરી કરતી વેળાએ એટીએમ ચોરીનો પ્લાન બનાવ્યો :એટીએમ તોડી ચોરીના પ્રયાસના બનાવમાં ખુલાસો.

ત્રણ આરોપીઓ બુધવાર સુધીના રિમાન્ડ પર ત્રણેય સિરામિકમાં કામ કરતા હોવાનું ખુલ્યું.

મોરબી તાલુકાના બેલા ગામે એક્સીસ બેન્કના એટીએમમાં ચોરી કરવાની કોશિશ કરનાર ત્રિપુટીને મોરબી તાલુકા પોલીસ ટીમે ઝડપી લઈને વધુ તપાસ ચલાવી હતી જે આરોપીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ થવા પામ્યા છે

ગત તા. ૨૩ ના રોજ રાત્રીના બેલા (રંગપર) ગામે આવેલ એક્સીસ બેંકના એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો જે બનાવમાં તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરા ફંફોસતા તેમજ હુમન સોર્સીસ મારફત બાતમી મેળવતા આરોપી રાજીવકુમાર બોટીરામ ભગત, સુરજકુમાર સુખદેવરાજ ભગત અને હરપ્રીતસિંગ સુખદેવસિંગ કાહલોન( રહે ત્રણેય પંજાબ વાળા)ને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા બુધવાર સુધીના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે
જે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં ખુલાસા થવા પામ્યા છે જેમાં આરોપી રાજીવ ભગત અગાઉ મોરબી નજીકના સીયારામ સિરામિક ફેકટરીમાં કામ કરતો હતો અને ફેક્ટરી બંધ થતા વતન જતો રહ્યો હતો જે ૧૪-૧૫ દિવસ પૂર્વે જ અન્ય બે સાથીદારો સાથે મોરબી આવ્યો હતો અને સિરામિકમાં મજુરી કરતા હતા જ્યાં કામ કરતા એટીએમ તોડવાનો પ્લાન બનાવ્યો હોવાની માહિતી ડીવાયએસપી પાસેથી પ્રાપ્ત થઇ છે

 

(11:30 pm IST)