સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th September 2022

૮ વર્ષમાં ૯ પૂર્વ મુખ્યમંત્રીઓએ કોંગ્રેસનો હાથ છોડી દીધો

વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ નેતાઓએ પાર્ટી છોડવાની પ્રક્રિયા તેજ કરી હતી

જયપુર તા. ૨૭ : દેશના સૌથી જૂના રાજકીય પક્ષમાં અસંતોષ અને બળવાની પ્રક્રિયા જૂની છે. પરંતુ ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ નેતાઓએ પાર્ટી છોડવાની પ્રક્રિયા તેજ બની છે. તેનું કારણ કોંગ્રેસ પર ગાંધી પરિવારની પકડ નબળી પડવી હોવાનું માનવામાં આવે છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ભાજપનો વિસ્તાર થયો ત્યારે કોંગ્રેસના મોટાભાગના નેતાઓ હાથ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા આઠ વર્ષમાં નવ પૂર્વ મુખ્યમંત્રીઓ કોંગ્રેસથી દૂર રહ્યા છે. ખાસ વાત એ છે કે આમાંથી મોટાભાગના મુખ્યમંત્રીઓએ ભાજપમાં જોડાવાનું યોગ્ય માન્યું હતું. ગયા મહિને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડીને પોતાની નવી પાર્ટી બનાવી હતી. આઝાદ કોંગ્રેસના ગ્રુપ ૨૩દ્ગટ હિસ્સો છે, જે કોંગ્રેસ હાઈકમાન્ડ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ગયા વર્ષે ઓકટોબરમાં પંજાબના લાંબા સમયના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પોતાની પાર્ટી બનાવી હતી. તાજેતરમાં જ તેણે પોતાની પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ કર્યું હતું.

કર્ણાટકના મુખ્યમંત્રી એસ. એમ. કૃષ્ણા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નારાયણ રાણે, ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ૨૦૧૭માં કોંગ્રેસ છોડી દીધી હતી. તેમાંથી કૃષ્ણા અને રાણે ભાજપમાં જોડાયા હતા. આ સિવાય એક દિવસ માટે ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા જગદંબિકા પાલ, ગોવાના મુખ્યમંત્રી રહેલા લુઈસ અને એન. બિરેન સિંહ અને ઉત્ત્।રાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ પણ કોંગ્રેસ છોડી દીધી છે.(

(2:06 pm IST)