News of Tuesday, 27th September 2022
ભકત કવિ યુનિવર્સિટીના ચોથા યુવક મહોત્સવનું સમાપન
જૂનાગઢ તા.૨૬ રાજ્ય મંત્રીશ્રી દેવાભાઇ માલમની અધ્યક્ષતામાં ભક્ત કવિ યુનિવર્સિટીના ચોથા યુવક મહોત્સવનું સમાપન થયુ હતું. કેશોદની યુ.કે.વાછાણી મહિલા આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે આયોજિત બે દિવસીય યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કળતિક કલા, કળતિઓમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓને રાજ્યમંત્રીશ્રીએ પ્રોત્સાહિત કર્યા હતા. આ સમાપન સમારોહમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.ચેતન ત્રિવેદી, ભાગવતાચાર્ય શ્રી મહાદેવપ્રસાદ, કુલ સચિવ મયંક સોની, કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ લાભુબેન પીપળિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
(1:49 pm IST)